HOF ગ્રુપના સ્થાપક અને ચેરમેન પ્રવિણ પટેલે ધ લીલા ગાંધીનગર ખાતે JITO બિઝનેસ નેટવર્કના અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત JBN મિલાપ – એક રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉદ્યોગસાહસિકતા અને બ્રાન્ડિંગમાં સફળતા અંગે પોતાના વિચારો શેર કર્યા હતા. પટેલે પોતાના શબ્દોમાં વ્યવસાય ચલાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે બ્રાન્ડિંગ આવશ્યક છે, પરંતુ ચાવીરૂપ પરીબળ એ છે કે ઉત્પાદન એટલું મજબૂત બનાવવું કે તે એક વિશિષ્ટ ઓળખ બનાવે અને પોતાની મેળે વેચાય. આ મીટમાં અગ્રણી ઉદ્યોગકારો, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો અને ટોચના વ્યાવસાયિકો જોડાયા હતા.
મધ્ય પ્રદેશમાં ટિકિટની લાલચ ભાજપના નેતાએ મહિલા પર દુષ્કર્મ આચરી પૈસા પડાવ્યાં
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ભાજપના એક પ્રમુખ નેતાની મહિલા ભાજપ નેતા સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી...
Read more