Electric Vehicle : ઓડીસી ઈલેક્ટ્રિકે ઝિપ ઈલેક્ટ્રિકે 1500થી વધુ ઈવી સ્કૂટર ડિલિવરી કર્યાં

Rudra
By Rudra 3 Min Read

જાન્યુઆરી : ભારતીય ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) બ્રાન્ડ ઓડિસ્સી ઈલેક્ટ્રિક લાસ્ટ- માઈલ ડિલિવરી સર્વિસીસ પર કેન્દ્રિત પ્રસિદ્ધ ઈલેક્ટ્રિક વેહિકલ ફ્લીટ ઓપરેટર ઝિપ ઈલેક્ટ્રિકને 1500 ઈલેક્ટ્રિક સ્કૂટર્સની સફળતાથી ડિલિવરી કરી હોવાની ઘોષણા કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે. આ માઈલસ્ટોન સક્ષમ પરિવહન સમાધાનનો વધતો સ્વીકાર અને બહેતર, સ્વચ્છ ભવિષ્ય પ્રત્યે યોગદાન આપવાની બંને સંસ્થાની સમાન કટિબદ્ધતા દર્શાવે છે.

આમાં કંપનીએ ગયા મહિને ઘોષણા કરી હતી તે આગામી ત્રણ વર્ષમાં ઓડિસ્સી ઈલેક્ટ્રિકમાંથી 40,000 ઈલેક્ટ્રિક વેહિકલ્સની ડિલિવરી માટે ઓર્ડરનો સમાવેશ થાય છે અને આમાંથી 1500+ ઈવી સ્કૂટર્સની ડિલિવરી સાથે ઓડિસ્સી ઈલેક્ટ્રિક અને ઝિપ ઈલેક્ટ્રિક વચ્ચેનું જોડાણ શહેરી પરિવહનના કાર્બનના પ્રભાવને ઘટાડવાના સમાન હેતુની શરૂઆત છે.

ઓડિસ્સી ઈલેક્ટ્રિકના સીઈઓ શ્રી નેમિન વોરાએ જણાવ્યું હતું કે, “દરેક ડિલિવરી કરાતા સ્કૂટર સાથે અમે સક્ષમ મોબિલિટીને મુખ્ય પ્રવાહની વાસ્તવિકતા બનાવવાની નજીક પહોંચી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે ઈલેક્ટ્રિક વાહનો શહેરી મોબિલિટીનું ભવિષ્ય આલેખિત કરે છે અને આ જોડાણ ભારતના પરિવહન વાતાવરણમાં હરિત સમાધાન માટે વધતી જરૂરતોને પ્રદર્શિત કરે છે. ઝિપ ઈલેક્ટ્રિક સાથે જોડાણ અત્યંત પરિપૂર્ણ છે અને અમે સક્ષમ લાસ્ટ- માઈલ ડિલિવરી સમાધાન ઓફર કરવાના તેમના લક્ષ્યને ટેકો આપવાનું ચાલુ રાખવા માટે રોમાંચિત છીએ. આ 1500+ ઈલેક્ટ્રિક સ્કૂટર્સનો પુરવઠો હજુ શરૂઆત છે અને અમને આશા છે કે ઈલેક્ટ્રિક વાહનોની માગણી વધશે તેમ અમારી અસરો વધુ વધશે.’’

બંને કંપનીઓએ ભારતમાં સક્ષમ મોબિલિટીના ભવિષ્યને આકાર આપવા માટે એકત્ર કામ કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે આ 1500+ ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ડિલિવરી શહેરી પરિવહનની કાર્બન ફૂટપ્રિંટ ઓછી કરવા અને વેપારો તેમ જ ગ્રાહકો માટે પણ પર્યાવરણ અનુકૂળ સમાધાનને પ્રમોટ કરવા માટે તેમના સમાન પ્રવાસમાં નોંધપાત્ર માઈલસ્ટોન છે.

2020માં સ્થાપિત ઓડિસ્સી ઈલેક્ટ્રિક ભારતની ઈલેક્ટ્રિક વાહનની ક્ષિતિજને નવો આકાર આપવામાં અવ્વલ છે. ઓડિસ્સી ઈલેક્ટ્રિક સૌથી વિશાળ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાંથી એક ઓફર કરે છે, જેના 7 મોડેલમાં 2 લો-સ્પીડ સ્કૂટર, 2 હાઈ- સ્પીડ સ્કૂટર, બી2બી સેગમેન્ટને ધ્યાનમાં રાખતી ડિલિવરી સ્કૂટર અને ઈવી સ્પોર્ટસ બાઈક તેમ જ રોજના ઉપભોક્તાઓ માટે કમ્યુટર બાઈકનો સમાવેશ થાય છે. પ્રોડક્ટ શ્રેણીમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છેઃ

⮚ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ વડેર (7’’ ટચસ્ક્રીન એન્ડ્રોઈડ ડિસ્પ્લે, એઆઈએસ- 156 માન્ય બેટરી, પાંચ ડ્રાઈવ મોડ્સ, 18 લિટર સ્ટોરેજ જગ્યા, મજબૂત નિર્માણ સાથે).
⮚ ઈલેક્ટ્રિક બાઈક EVOQIS (ચાર ડ્રાઈવ મોડ, કીલેસ એન્ટ્રી, એન્ટી- થેફ્ટ લોક અને મોટર કટ-ઓફફ સ્વિચ સાથે).
⮚ હાઈ- સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટર સ્નેપનો નવો ઉમેરો (એઆઈએસ 156 માન્ય સ્માર્ટ પોર્ટેબલ બેટરી, વોટરપ્રૂફ મોટર, ખાલી થવાનું અંતર અને કેન એનેબલ્ડ ડિસ્પ્લે સાથે).
⮚ હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટર HAWKLi (પોર્ટેબલ બેટરી સાથે ક્રુઝ કંટ્રોલ અને મ્યુઝિક સિસ્ટમ સાથેનું ભારતનું પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર).
⮚ લો સ્પીડ – E2Go Lite, E2go+ અને E2GO ગ્રાફીન (પોર્ટેબલ બેટરી, યુએસબી ચાર્જિંગ, ડિજિટલ સ્પીડોમીટરપ અને કીલેસ એન્ટ્રી સાથેનું ઈલેક્ટ્રિક સ્કૂટર).
⮚ લો સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટર રેસર LiteV2 Lite અને V2+ (વોટરપ્રૂફ મોટર, વિશાળ બૂટ સ્પેસ, ડ્યુઅલ બેટરી અને એલઈડી લાઈટ્સ).
⮚ લો સ્પીડ લોડર – Trot 2.0 (આઈપી 65 બેટરી સાથે કાર્યક્ષમ, પર્યાવરણ અનુકૂળ લોજિસ્ટિક્સ, બ્રેક ડાઉન આસિસ્ટ અને ડિજિટલ સ્પીડોમીટર).

Share This Article