સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો. કૌભાંડની તપાસમાં રાજ્યમાં 4 હજાર નકલી ડોક્ટર અને 1281 બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું. આ નકલી ડોક્ટરો કૌભાંડના તાર સુરત નહિ પરંતુ અમદાવાદ સુધી ફેલાયેલા છે. થોડા દિવસ પહેલા એક બાળકીના મૃત્યુ બાદ નકલી ડોકટરોનો પર્દાફાશ થયો. બોગસ ડિગ્રી લઈ બોગસ ડોક્ટર ઉભા થયા છે જેમાં એક અને એકસો નહિ પરંતુ આ આંકડો હજ્જારો સુધી છે. 70 હજાર રૂપિયા આપી નકલી ડિગ્રી મેળવવાનું કૌભાંડ થતું હોવાનો ઘટસ્ફોટ થતા રાજ્યમાં વધુ એક નકલીના કારોબારનો વેપલો થઈ રહ્યો છે.
સુરત પોલીસે પકડેલા મુખ્ય સૂત્રધારોની તપાસમાં ઘટસ્ફોટ થયો કે 1281 બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે જ્યારે 2719 નકલી ડિગ્રી ધરાવતા ડોકટરોનું કોઈ અત્તોપતો નથી. મહત્વના બે શહેરો એવા અમદાવાદ અને સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડના ખેલ ખેલાયો છે. ડોક્ટર બનવા જરૂરી પરીક્ષા નહી પરંતુ ફક્ત 70 હજાર આપી નકલી ડિગ્રી મેળવવામાં આવે છે. રાજ્યનું એકપણ શહેર કે જિલ્લો બાકી નથી જયાં નકલી ડિગ્રી આપી ન હોય. 4 હજાર નકલી ડોકટરો ફક્ત ગુજરાતમાં છે. અને સૌથી વધુ સુરતમાં જ્યારે અમદાવાદનો બીજો નંબર છે. પોલીસને સરકારની રજીસ્ટર્ડ સાઈટ પરથી 1281 બોગસ ડોકટરો મળ્યા. આ બોગસ ડોકટરો રાજ્યના કોઈ ખૂણે પ્રેક્ટીસ કરી રહ્યા છે. જ્યારે હજુ પણ 1281 જેટલા નકલી તબીબ પોલીસ પકડથી દુર છે અને 2719નો કોઈ અત્તોપત્તો નથી. ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીએ આપેલ માહિતીથી પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે. બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ સ્ટેશનમાં રસેશ વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયા છે. એક સગીરાના ગર્ભપાતના કેસમાં ડો. રસેશ જેલમાં પણ ગયા છે.