રાજ્ય સરકારની આઇ.આર.એલ.એ. સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓએ મે માસમાં વાર્ષિક હયાતિની ખરાઇ કરાવી લેવી. અન્યથા આગામી ઓગસ્ટ માસથી પેન્શન સ્થગિત કરાશે, એમ તિજોરી અધિકારી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર જે પેન્શનરો મે મહિનામાં હયાતિની ખરાઇ કરાવી ન શકે તેમને હયાતિની ખરાઇ કરાવવા માટે જુલાઇ માસ સુધીની છૂટ આપવામાં આવશે. જો છૂટના મહિનાઓ દરમિયાન પણ પેન્શનરો હયાતિની ખરાઇ કરાવવામાં નિષ્ફળ જાય તો તેવા પેન્શનરના કિસ્સામાં ઓગષ્ટ માસથી પેન્શનરનું ચૂકવણું સ્થગિત કરાશે. જેને ધ્યાને લઇને તમામ પેન્શનરોએ મે થી જુલાઇ દરમિયાન સંબંધિત બેન્કમાં રૂબરૂ જઇ હયાતિની ખરાઇ કરાવી લેવા વિનંતી કરાઇ છે.