તમે ઘણીવાર પ્રેમી પંખીડાઓને ગાર્ડનમાં બેસીને નાળીયેર પાણી પીતા જોયા હશે…એ જ નાળીયેર પાણીને તમે કોઈ મલાકાતીને પેશન્ટ માટે લઈ જતા પણ જોયા હશે. કાળજાળ ગરમીમાં બાઈક કે કાર ઉભી રાખીને રોડસાઈડ લારીમાંથી લઈને નાળીયેર પાણી પીતા પણ જોયા હશે. ફાઈવસ્ટાર હોટેલમાં ગયેલા હેલ્થ કોન્શિયસ વ્યક્તિ પણ નાળિયેર પાણી જ મંગાવે છે. ઈનશોર્ટ દરેક વ્યક્તિ માટે ગુણકારી છે. નાળિયેર પાણી, દિવસમાં એક વખત જરૂરથી પીવું, તેના અગણિત ફાયદાઓ વિશે વાત કરીશુ, તેમાં રહેલા મુખ્ય વિટામિન્સ અને પોષકગુણો નીચે મુજબ છે.
1.મુખ્ય સ્ત્રોત :
પોટેશિયમ -બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
ગ્લુકોઝ -એનર્જી પુરી પાડે છે.
વિટામિન C – રોગપ્રતિકારક શક્તિ વધારે છે
મેગ્નેશિયમ -સ્નાયુને નર્વ સિસ્ટમ સુધારે છે
કોપર -શરીરને લાલ રક્ત કોશિકાઓ બનાવામાં મદદ કરે છે
એન્ટિઑક્સિડેન્ટ – કોઈપણ સેલને નુકસાન થતું અટકાવે છે.
સાયટોકિનિન્સ અને લૌરીન્સ એસિડ -કેન્સરગ્રસ્ત કોશિકાનો વિકાસ અટકાવે છે.
2.બ્લડ પ્રેશર ઘટાડે છે:
કોકોનટ વોટર પોટેશિયમનનું પ્રમાણ વધુ અને સોડિયમ ઓછું ધરાવતું હોવાથી તે બ્લડપ્રેશને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં શુગરનું પ્રમાણ પણ અન્ય નેચરલ પીણાંની સરખામણીમાં નહિવત હોઈ છે.
3.પથરીમાં રાહત આપે છે:
નાળિયેર પાણીમાં પોટેશિયમ હાજરીને લીધે કિડનીના સ્ટોનને ઓગાળવામાં અને યુરિન મારફતે વિસર્જન કરવામાં મદદ કરે છે અને કિડનીમાં થતી પથરીનું નિર્માણ થતું અટકાવે છે.
4.પાચન સુધારે છે:
તે પાચન પ્રક્રિયાને સરળ બનાવામાં મદદ કરે છે,પાણીમાં નારંગી અને અન્ય ફળો કરતા વધુ પ્રમાણમાં કેલ્શિયમ,ઝીંક ,મેન્ગેનીઝ જેવા તત્વો હોઈ છે. તેની મદદ શરીરને પૂરતા વિટામિન્સ મળી રહે છે.
5.કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે :
અમુક રિસર્ચ મુજબ એવું જાણવા મળ્યું છે કે કોકોનટ વોટર પીવાથી શરીરની સારી ચરબી વધારવામાં મદદ કરે છે. જે હાર્ટને ફિટ રાખવા માટે જરૂર છે.