ભરૂચમાં વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની. માતા અને ડોક્ટર પણ બાળકીને હાલત જોઈ થથરી ગયા. ભરૂચમાં વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની. માતા અને ડોક્ટર પણ બાળકીને હાલત જોઈ થથરી ગયા. શહેરના ઝગડિયા GIDCમાં શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી હવસખોરનો ભોગ બની. બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમે દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઇજાઓ પંહોચાડી. બાળકીને પહેલા અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. પરંતુ બાળકીને વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
શહેરમાં ઝગડીયા GIDC વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મ થયાની ઘટના બનવા પામી. આ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી સોમવારે બપોર બાદ ગુમ થઈ હતી. બાળકીને ના જોતા પરિવાર તેની શોધ કરવા લાગ્યો. પુત્રીની શોધ કરતા પરિવારને સોમવારે મોડી સાંજે બાળકી લોહી લુહાણ સ્થિતિમાં મળતા વધુ આઘાત લાગ્યો. માતા પુત્રીની સ્થિતિ જોઈ થથરી ઉઠી અને અઘટિત થયાની આશંકાએ તાત્કાલિક નજીકના દવાખાને પંહોચ્યા. જો કે ત્યાંના ડોક્ટરોને બાળકી પર દુષ્કર્મ થયાની શંકા અને બાળકી ગંભીર હાલતમાં હોવાથી સારી સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પટિલમાં રિફર કરી.
શ્રમિક પરિવારની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગ પર ગંભીર ઇજાઓ પહોચાડી હતી. બાળકીને આ સ્થિતિ જોતા એ વ્યક્તિ સાઈકિક હોવાનું પોલીસનું માનવું છે. બાળકીની સ્થિતિ અત્યંત ગંભીર છે. બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈને ઝગડિયા પોલીસ, અંકલેશ્વર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોચ્યા હતા. પોલીસે શ્રમિક પરિવારનું નિવેદન લઈ હવસખોર અને સાઈકિક લાગતા શખ્સને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.