સુરત: મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ, ભારતના અગ્રણી આઈ કેર નેટવર્ક્સમાંની એક છે અને ગુજરાતમાં મોટા વિસ્તરણ માટે તૈયારી કરી રહ્યું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં વ્યાપક વિસ્તાર સાથે ગ્રૂપનો ઉદ્દેશ્ય આગામી વર્ષમાં રાજ્યમાં મજબૂત સ્થિતિ સ્થાપિત કરવાની છે. મહત્વાકાંક્ષી યોજનામાં ₹200 કરોડના રોકાણ અને 25 હોસ્પિટલોની સ્થાપના સાથે આગામી વર્ષમાં 300 થી વધુ રોજગારીની તકો ઊભી કરાશે.
વર્ષ 2023 માં રાજકોટમાં ચાર, જામનગર અને મોરબીમાં એક-એક હોસ્પિટલ સાથે ગુજરાતમાં પ્રવેશ્યા પછી, મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલે ડૉ. વી.વી. સાપોવાડિયા સાથે ભાગીદારી કરી છે, જેઓ એક પ્રતિષ્ઠિત નેત્ર ચિકિત્સક અને સૌરાષ્ટ્રના સૌથી મોટા આઈ કેરના અગ્રણી છે. ભુજ, સુરેન્દ્રનગર, પોરબંદર, ઉપલેટા, ભાવનગર અને જૂનાગઢમાં નવી સુવિધાઓ સાથે વિસ્તરણની યોજના છે.
વર્ષ 2024માં, મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલનું વિસ્તરણ સુરતમાં ડૉ. આર.કે. સચદેવ ની ભાગીદારીમાં થયું, જેઓ પ્રદેશના અગ્રણી નેત્ર ચિકિત્સક છે જેમની સુરતમાં બે હોસ્પિટલો છે અને વધુ બે યુનિટ શરૂ કરવા સાથે નવસારી અને ભરૂચમાં પણ યુનિટ શરૂ કરવાની યોજના ચાલી રહી છે. આ જૂથનો ઉદ્દેશ વડોદરા, હિંમતનગર અને મહેસાણાના અગ્રણી પ્રેક્ટિશનરો સાથે સહયોગ કરવાનો પણ છે.
અમદાવાદમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તરીકે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી સેન્ટરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા અત્યાધુનિક ટેક્નોલોજી સાથે સ્થાનિક સર્જનોને આઈ કેરમાં અદ્યતન સેવા પ્રદાન કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ પ્રસંગે બોલતા, મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલના ચેરમેન ડો. જીએસકે વેલુએ જણાવ્યું હતું કે, “અમને ગુજરાત પર પુષ્કળ વિશ્વાસ છે, જે રાજ્યમાં ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ જેવા મારા અન્ય સાહસોની સફળતા દ્વારા દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં અમારો પ્રવેશ સૌરાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત ભાગીદારીથી શરૂ થયો હતો, જે ચારથી છ હોસ્પિટલો તરફ આગળ વધશે, અને તેવી જ રીતે, સુરતમાં, અમે ડૉ. આર.કે.સચદેવની મજબૂત પ્રતિષ્ઠા સાથે આગળ વધી રહ્યાં છીએ. અમારું વિઝન ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં 25 હોસ્પિટલોનું નેટવર્ક સ્થાપવાનું છે, જેમાં સફળ ભાગીદારી મોડલ અને અમદાવાદ જેવા મહત્વના શહેરોમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સનો લાભ લઈ શકાય.”
મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલના ગ્રૂપ સીઇઓ શ્રી સુધીરે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમારું વ્યવસાયિક રીતે સંચાલિત નેટવર્ક ડૉ. સપોવાડિયા અને ડૉ. સચદેવ જેવા અમારા ક્લિનિકલ લિડર્સની કુશળતાને કારણે વિકાસ પામ્યું છે. યોગ્ય સારવાર પદ્ધતિ, વ્યાજબી દરે સારવાર અને વ્યક્તિગત સંભાળ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાએ અમને ચાર શહેરોમાં આઠ હોસ્પિટલો વિકસાવવામાં મદદ કરી છે. ગુજરાતની અમારી તમામ હોસ્પિટલોમાં SMILE 800, Contura, રોબોટિક મોતિયાની શસ્ત્રક્રિયા અને નિદાન સહિતની અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરાય છે. અમારી પાસે ડાયાબિટીક રેટિના ક્લિનિક્સ, પિડિયાટ્રિક ક્લિનિક્સ, માયોપિયા ક્લિનિક્સ, ઓક્યુલોપ્લાસ્ટી અને આઈ બેંક સેવાઓ સહિતની વિશેષ સેવાઓ પણ છે. આ સેવાએને કારણે મેક્સિવિઝન ગુજરાતમાં આઈ કેરમાં પસંદગીને પાત્ર બન્યું છે.”