અમદાવાદ: ધી આલમંડ બોર્ડ ઓફ કેલિફોર્નિયાએ “અ હેન્ડફૂલ ઓફ એલમન્ડ્સ અ ડે: નેચરલ એપ્રોચ ટુ સપોર્ટિંગ હેલ્થ ઇન ટુડેઝ ફાસ્ટ-પેસ્ડ લાઇફસ્ટાઇલ” શીર્ષક સાથે અમદાવાદની હોટેલ કોર્ટયાર્ડ બાય મૈરિયટમાં એક જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં એમબીબીએસ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રોહિણી પાટીલ અને લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી ભક્તિ કુબાવત સહિતના પ્રતિષ્ઠિત પેનલિસ્ટોએ ધ્યાનપૂર્વક આહાર પસંદગીઓ અને સંતુલિત આહાર જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે રોજિંદા આહારમાં બદામનો સમાવેશ કરવોએ આજના ઝડપી ગતિશીલ જીવનમાં એકંદર આરોગ્ય અને સુખાકારીને સમર્થન આપી શકે છે. કાર્યક્રમનું સંચાલન આરજે મેઘાએ કર્યું હતું.
આજના ઝડપી વિશ્વમાં, સંતુલિત, સ્વસ્થ જીવનશૈલી હાંસલ કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. જે ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્થૂળતા જેવા જીવનશૈલીના રોગોમાં વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, આ જીવનશૈલીના રોગો ભારતમાં વાર્ષિક 60 લાખ લોકોનો જીવ લે છે. આ સાથે એવું પણ અનુમાન છે કે 2030 સુધીમાં લાંબી બીમારીઓને કારણે દેશને $6 ટ્રિલિયનનું નુકસાન થવાનો અંદાજ છે. આ આરોગ્ય કટોકટી માટે નબળી આહાર પસંદગીઓ મુખ્ય રીતે જવાબદાર છે.
આ કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન અનુભવી ન્યુટ્રિશનિસ્ટે સંતુલિત આહાર જાળવવા અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે બદામ જેવા કુદરતી ખોરાકનો સમાવેશ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, કેલિફોર્નિયાની બદામ 15 આવશ્યક પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે, જે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે જેમ કે બ્લડ સુગર નિયંત્રણ, વજન વ્યવસ્થાપન અને એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. ચર્ચામાં ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (ICMR-NIN) દ્વારા ભારતીયો માટેના આહાર માર્ગદર્શિકાનો પણ સંદર્ભ આપવામાં આવ્યો હતો, જે બદામ જેવા સૂકામેવાને માત્ર તંદુરસ્ત નાસ્તા તરીકે જ નહીં પરંતુ સંતુલિત આહારમાં પ્રોટીનના મહત્વના સ્ત્રોત તરીકે સામેલ કરવાની ભલામણ કરે છે.
વધુમાં, સેલિબ્રિટીએ પોતના વ્યસ્ત શેડ્યૂલનું સંચાલન કરવા માટેના પોતાના અનુભવ શેર કર્યા, જેમાં પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બદામ, ભોજનનું આયોજન, નિયમિત યોગ અને ધ્યાનને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
MBBS અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રોહિણી પાટીલે જણાવ્યું હતું કે “મારી વર્ષોની પ્રેક્ટિસમાં મેં જોયું છે કે કેવી રીતે અમારી ભાગદોડ ભરેલી જીવનશૈલી આરોગ્ય પર અસર કરી રહી છે. હું હંમેશા મારા ક્લાઈન્ટને કહું છું કે નાના ફેરફારોથી મોટો ફરક પડે છે – ચિપ્સના પેકેટ તરફ હાથ લંબાવવાને બદલે બદામ જેવા કુદરતી ખોરાક લેવામાં આવે તો તમે તમારા સ્વાસ્થ્યને બદલી શકો છો. મેં જોયું છે કે કેલિફોર્નિયા બદામ કેવી રીતે મહત્વનનું કામ કરે છે- તે પ્રોટીન, તંદુરસ્ત ચરબી અને ફાઇબરથી ભરપૂર છે, જે તમને સંતોષ અનુભવવામાં અને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરે છે. તેઓ બ્લડ સુગરને નિયંત્રિત કરવા, હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવા અને ત્વચાનો દેખાવ સુધારવા માટે ફાયદાકારક છે. મારા અનુભવ મુજબ જ્યારે તમે બહુવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા હોવ, ત્યારે આ સરળ અને સ્માર્ટ ફૂડ પસંદગીઓ સ્વસ્થ રહેવામાં તમારા શ્રેષ્ઠ સહયોગી બની જાય છે.”
લોકપ્રિય ગુજરાતી અને હિન્દી અભિનેત્રી ભક્તિ કુબાવતે જણાવ્યું હતું કે, “મનોરંજન ઉદ્યોગમાં કામ કરવાનો અર્થ છે કે કેમેરામાં હંમેશા શ્રેષ્ઠ દેખાવાની સાથે સાથે ઝડપી ગતિશીલ શેડ્યૂલ સાથે રહેવું. હું નિશ્ચિતપણે માનું છું કે રમતમાં ટોચ પર રહેવા માટે કસરત અને આહારનું સંયોજન જરૂરી છે. પ્રાકૃતિક ખોરાક, ખાસ કરીને કેલિફોર્નિયા બદામ, મારા માટે ગેમ ચેન્જર છે – એક આદત મારામાં બાળપણથી જ પાડવામાં આવી હતી. દરરોજ સવારે જાગતાંની સાથે જ મને રાતભર પલાળેલી મુઠ્ઠીભર બદામ ખાવાનું પસંદ છે. આ એક નાની પ્રક્રિયા છે જે મારા દિવસને ઉર્જાથી ભરેલો રાખે છે અને સ્વસ્થ જીવનશૈલી માટે મદદરૂપ થાય છે. મારા નાસ્તામાં બદામ મુખ્ય છે, જે મને બિનઆરોગ્યપ્રદ વિકલ્પો ટાળવામાં અને મારી ત્વચાને ચમકદાર રાખવામાં મદદ કરે છે – જે મારા પ્રોફેશનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભલે હું સેટ પર હોઉં કે કોઈ ઈવેન્ટમાં, બદામ ખાવાથી દિવસભર મારી ઉર્જા રહે છે અને મારું ધ્યાન પણ કેન્દ્રિત થાય.”
એકંદરે આ કાર્યક્રમમાં સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે દૈનિક દિનચર્યાઓમાં મુઠ્ઠીભર બદામ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર, કુદરતી ખોરાકનો સમાવેશ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પોષણને પ્રાથમિકતા આપીને, વ્યક્તિઓ તેમની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવી શકે છે અને આજના ઝડપી વિશ્વમાં તંદુરસ્ત સંતુલન પ્રાપ્ત કરી શકે છે.