બેંગ્લોર: ફ્લિપકાર્ટ, ભારતની સ્થાનિક ઇ-કોમર્સ માર્કેટપ્લેસ એ ઇ-કોમર્સ સપ્લાય ચેઇન પર્સોનલમાં તાલિમ અને સર્ટિફાઈડ કરવાની પહેલના ભાગરૂપે 2021માં સપ્લાય ચેઇન ઓપરેશન્સ એકેડમી (એસસીઓએ)ની સ્થાપના કરી હતી. એસસીઓએ ઝડપથી વિકસી રહેલા ઇ-કોમર્સ ક્ષેત્રમાં સફળતા મેળવવા તથા સ્થાનિક સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરવા માટે અંડરસર્વ કેચમેન્ટ વિસ્તારોના યુવાનોને મફત, ઉદ્યોગ સંબંધિત તાલિમ પૂરી પાડે છે. 2024ના વર્ષમાં 3,000થી વધુ ઉમેદવારો એસસીઓએમાં તાલિમબદ્ધ થયા છે, જેમાં 20 ટકાથી વધુ મહિલાઓ છે, આ વૈવિધ્યતા અને સમાવેશ ફ્લિપકાર્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉપરાંત, ફ્લિપકાર્ટ ફેસિલિટીસ અને ઓનલાઈન ક્લાસરૂમ સેશન્સ પર 45 દિવસના હેન્ડ્સ-ઓન અનુભવ દ્વારા સહભાગીઓ વાસ્તવિક કુશળતાનો અનુભવ મેળવે છે.
આ ખાસ પ્રોગ્રામ એ સ્થાનિક યુવાનો, મહિલાઓ ઇડીએબી (ડાયાબિટીસ સાથેના વ્યક્તિઓ), સંરક્ષણના કર્મચારીઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો ઇ-કોમર્સ ક્ષેત્રમાં તેમની રોજગાર ક્ષમતામાં વધારો કરી શકે છે.
હેમંત બદ્રી, ગ્રાહક અનુભવ તથા રી-કોમર્સમાં સપ્લાય ચેઇનમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ કહે છે, “ફ્લિપકાર્ટ લાખો સ્થાનિક કંપનીઓને તેના ઇ-કોમર્સ પ્રવાસમાં મદદ કરવા તથા દેશના સર્વસમાવેશક આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છે. સપ્લાય ચેઇન ઓપરેશન્સ એકેડમી (એસસીઓએ) વિદ્યાર્થીઓ તથા સંભવિત વ્યવસાયિકોને ઇ-કોમર્સ સાથે સંબંધિત ઉપયોગી કૌશલ્યો પૂર પાડવા માંગે છે. વાણિજ્ય, છૂટક અને વેરહાઉસિંગની આ પહેલ ભારતના યુવાનોને જરૂરી કુશળતા પૂરી પાડવા સમર્પિત છે, ઇ-કોમર્સ સેક્ટરનો ઝડપથી વિકાસ થતો આ પ્રોગ્રામ માત્ર લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે, પરંતુ લાયકાત ધરાવતા કર્મચારીઓની તાત્કાલિક માંગને સીધી રીતે સંબોધીને ઉદ્યોગના ભવિષ્યને આકાર આપે છે.”
એસસીઓએ યુવાનોને નાણાકીય અવરોધો વગર શ્રેષ્ઠ કૌશલ્ય વિકાસનો વિકલ્પ આપે છે, જે બધા માટે વ્યાવસાયિક વિકાસને સરળ બનાવે છે. ફ્લિપકાર્ટ એવા અભ્યાસક્રમને સંચાલન કરે છે, જે ઉદ્યોગની ગતિશીલ માંગને અનુરૂપ એક સંપૂર્ણ શિક્ષણનો અનુભવ પ્રદાન કરે છે. એસસીઓએ તેના સહભાગીઓને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યો પૂરા પાડે છે, જે તેમને તેમની પસંદગીનો અનુરૂપ વિવિધ ઇ-કોમર્સ ડોમેન્સમાં અનુભવ મેળવી શકે છે. અભ્યાસક્રમમાં હવેથી વેરહાઉસ એસોસિયેટ ટ્રેનિંગ મોડ્યુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને પિકર, પટર, પેકર, સેગ્રેગેટર, સોર્ટર, ક્વોલિટી ચેક એક્ઝિક્યુટિવ, ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) તથા ઇસ્યુ રિઝોલ્યુશન એક્ઝિક્યુટિવ જેવી જરૂરી ઓપરેશનલ સ્થિતિઓ માટે પણ તૈયાર કરવામાં આવે છે. આ સર્વગ્રાહી અભિગમનો ઉદ્દેશ એ ધ્યાન રાખવાનો છે કે, તાલિમાર્થીઓ ઇ-કોમર્સ સપ્લાય ચેઇન ક્ષેત્રની બદલતી માંગને હેન્ડલ કરવા તૈયાર થાય છે, જેનાથી ભારતના સૌથી ઝડપથી વિકસતા વ્યવસાયોમાંના એક માટે ટેલેન્ટ પૂલને પણ વધારશે.
વર્ષોથી, ફ્લિપકાર્ટે દેશભરમાં તેના હજારો સપ્લાય ચેઇન કર્મચારીઓને તાલિમ આપી છે, જેને તેમને પોતાની જાતને ઉન્નત બનાવવામાં તથા અર્થપૂર્ણ રોજગારીની તકો શોધવામાં મદદ કરી છે.