અમદાવાદ: ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં અગ્રેસર કેડિલા ફાર્માસ્યુટિકલ્સે નવીન આયર્ન સપ્લિમેન્ટ ‘મિલિટોલ’ લોન્ચ કરી છે, જે પૂરતા પોષક તત્વો પૂરા પાડવા માટે તૈયાર કરાયેલ છે. જે આયર્નની ઉણપને દૂર કરે છે.
મિલિટોલ ચોક્કસ ઘટકોનો ઉપયોગ કરીને કાળજી પૂર્વક તૈયાર કરાયેલ છે, જે આયર્ન સ્ત્રોતને વધારીને આરોગ્યમાં સુધારો કરશે. સપ્લિમેન્ટમાં ફેરિક માલ્ટોલ છે, જે માલ્ટોલ સાથે સંકલિત ફેરિક આયર્નનો નવીન લો-ડોઝ છે. મિલિટોલમાં ફોલિક એસિડ રેડ બ્લડ સેલ્સને બનાવવા, વિટામિન B12 ન્યુરોલોજીકલ હેલ્થ અને રેડ સેલ્સ બનાવવા, વિટામીન C આયર્ન અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને વિટામિન D કેલ્શિયમ વધારવા અને હાડકા મજબૂત કરવામાં મદદરૂપ થશે.
મિલિટોલ ફેરિક આયર્ન માલ્ટોલના નોન-સોલ્ટ કોમ્પલેક્સને જોડીને, આયર્ન સપ્લિમેન્ટ્સ સાથે સંકળાયેલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ આડ અસરોને ઓછી કરે છે. મિલિટોલ ફોલિક એસિડ અને વિવિધ વિટામિન્સના વ્યાપક પોષક તત્વોનો સ્ત્રોત છે, જે પૂરકતા માટે સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરે છે. ફોર્મ્યુલેશન આયર્નના શોષણમાં વધારો કરે છે, અને પોષક તત્વોના સ્પેક્ટ્રમને પણ સમર્થન આપે છે, જે દર્દીઓ માટે અત્યંત અસરકારક છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ((NFHS-5) અનુસાર ભારતમાં આયર્નની ઉણપ એક મહત્વપૂર્ણ આરોગ્ય પડકાર છે, લગભગ 60 ટકા સ્ત્રીઓ અને 25 ટકા પુરૂષોમાં આયર્નની ઉણપ હોવાનો અંદાજ છે. આયર્નની સૌથી વધુ 57 ટકા ઉણપ પ્રજનનક્ષમ વયની સ્ત્રીઓમાં વધારે છે. જેના કારણે થાક લાગવો, કાર્યક્ષમતામાં ઘટાડો થવો, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી અને એનિમિયા જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે. મિલિટોલ આયર્નના સ્તરને વધારવા અને આયર્નની ઉપણ સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમોને રોકવા માટે તૈયાર કરાઇ છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ તેની વ્યાપક પ્રોડક્ટ રેન્જમાં મિલિટોલ ઉમેરવા માટે રોમાંચિત છે, જે હેલ્થકેરમાં નવીનતા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.