ભાવનગર શહેરમાં જીવલેણ હુમલાના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. એક તરફ, ભાવનગરમાં દિવાળીની લોહિયાળ રાતની ચાર જીવલેણ હુમલાની ઘટનામાં ત્રણ લોકોની હત્યાની ઘટના હજુ તાજી છે. તેવામાં, ભાવનગર શહેરમાં વધુ બે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં આજે ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ અને ખારગેટ વિસ્તારમાં બબાલમાં કુલ ચાર લોકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
શહેરના શિશુવિહાર સર્કલ વિસ્તારમાં નજીવી બાબતે બબાલ સર્જાઈ. જેમાં ‘સામુ કેમ જુઓ છો’ કહી… તેવી નજીવી બાબતે જાહિદખાન પઠાણ, અસરીફખાન પઠાણ અને સોહિલ નામના ત્રણ લોકો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. શહેરના ખારગેટ વિસ્તારમાં જૂની અદાવતમાં પાંચથી છ શખસોએ નિખિલ મેર નામના વ્યક્તિ પર ગળાના ભાગે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. શહેરના ખારગેટ વિસ્તારમાં જૂની અદાવતમાં પાંચથી છ શખસોએ નિખિલ મેર નામના વ્યક્તિ પર ગળાના ભાગે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. શહેરના યોગીનગર ખાતે ડો. શિવરાજ લાખાણીની હત્યાની ઘટનામાં ઘોઘા રોડ પોલીસે આઠમાંથી એક સગીર સહિત છ શખસોને ઝડપી પાડ્યાં છે.
ભાવનગરમાં એક શખસ પર પ્રેમ સંબંધની દાજ રાખીને મહિલા સહિત બે લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક શખસને ગંભીર ઈજા થતાં સારવાદ દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસે બે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીની રાત્રે હાથબ ગામે ફટાકડા દૂર ફોડવા બાબતે આધેડ પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. દિવાળીની મધ્યરાત્રિએ શહેરના એરપોર્ટ રોડના બાલયોગી નગર ખાતે ફટાડકા ફોડવા બાબતે બબાલ થઈ હોવાની ચોથી ઘટના સામે આવી. જ્યારે ભાવનગર શહેરમાં વધતા જીવલેણ હુમલાની ઘટનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.