દિવાળીના રજાઓમાં ભારતીય ટૂરિસ્ટોને આવકારવા શ્રીલંકા ટુરિઝમ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ

Rudra
By Rudra 2 Min Read

તાજેતરમાં કોલંબોના પ્રસિદ્ધ તાજ સમુદ્ર હોટેલમાં એક સ્નેહમિલન ભોજન કાર્યક્રમમાં શ્રીલંકા ટુરિઝમ બોર્ડના 5 જેવા સિનિયર ઑફિસર્સના ટીમ એ ગુજરાત મીડિયાના માટે 13 થી 18 ઓક્ટોબર સુધી આયોજિત ફેમ ટૂરના અનુભવ શેરિંગ અને સમાપન સત્રનું આયોજન કર્યું હતું.

શ્રીલંકા ટુરિઝમ બોર્ડ દ્વારા આયોજિત આ 5 દિવસીય ટૂરમાં ગુજરાત મીડિયાના મિત્રોને નેગેમ્બો, દંબુલા, કેન્ડી, અને કોલંબો જેવા શહેરોમાં 5 સ્ટાર હોટેલો, હિન્દુ મંદિરો, કેન્ડીના બુદ્ધિસ્ટ મંદિરો, સિગીરિયા યુનેસ્કો રોક સાઈટ, ગ્રામીણ અનુભવ, ચા ફેક્ટરી, કિકેટ સ્ટેડિયમ, સબ્જી માર્કેટ, અને કોલંબો સિટી ટૂર જેવા અદ્ભુત અને રમણીય સ્થળોનું દર્શન કરાવામાં આવ્યું.

કાર્યક્રમમાં શ્રીલંકા કનવેન્સન બ્યુરોના ચેરમેન ધીરા હેટ્ટિયારચ્ચી, હાલના જનરલ મેનેજર અચીની દંદુંનાગે, માર્કેટિંગ મેનેજર મલકાંથી વેલિકાલા અને આસિસ્ટન્ટ મેનેજર શેરોન વિજેસિંઘાએ ગુજરાત મીડિયા મિત્રોના અભિવાદન કર્યા અને સ્ટ્રેટેજીક મીડિયા સર્વિસેસના ઓફિસર સુભોજીત સેને ગુજરાત મીડિયાના પરિચય સાથે અધિકારીઓનું સરસ કિતાબો અને સ્વામી વિવેકાનંદના વિચારો સાથે આભાર વિધિ કર્યા.

ટુરના ખાટા મીઠા અનુભવો સાથેના વાર્તાઓ સાથેના આ શામ એક યાદગાર પલ હતું અને એને શ્રીલંકા અને ગુજરાતના પ્રવિસાઓ માટે એક અનોખો સેતુનું નિર્માણ કર્યું. ગુજરાત મીડિયાને એવું પણ અનુભવ થયું કે શ્રીલંકા દેશ ટુરિઝમ માટે તૈયાર છે, એ એક ગજબ સ્માઈલથી ટૂરિસ્ટો ને આવકારે, ફાઈવ સ્ટાર હોટેલ્સમાં શાકાહારી ભોજનનું ખાસ ધ્યાન રાખે, નેચર હોય કે સમુદ્ર, એડવેંચર હોય કે કલા, સંસ્કૃતિ, ધાર્મિક સ્થળો હોય કે નાઈટ લાઈફ શ્રીલંકા ખરેખર એક જોરદાર અનુભવ છે.

તો આ દિવાળી, ખિસ્સામાં મૂકો ઇન્ડિયન કરન્સી અને તૈયાર થઈ જાઓ એક અદ્ભુત અનુભવ માટે…

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/210717cac4bf6eda9c1ab877e1374177.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151