ગાંધીનગર : પૂરમાંથી માંડ બહાર નીકળતાની સાથે ફરી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. ૩ દિવસથી વરસાદની આગાહીના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના રાવપુરા, એમ.જી.રોડ, પાણીગેટ, ગોત્રી, ગોરવામાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી બાજુ વરસાદ પડતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની શરુઆત થઈ છે. તો સાથે ભારે વરસાદના પગલે જેતલપુર, નટરાજ, અલકાપુરી ગરનાળું બંધ થયુ છે. બીજી તરફ વડોદરાના પાદરામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ફુલબાગ, જગાતનાકા, નવા એસટી ડેપો, જાસપુર રોડ પાણી ફરી વળ્યા છે. કોઠી ફળિયા વિસ્તાર, આંબેડકર સર્કલ, પાણીની ટાંકી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. પાદરા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લુના જાસપુર, મહુવડ, ઘાયજ, ગોરીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સરસવની, હુસેપુર, કોઠવાડા, વીરપુરમાં પણ વરસાદ વરસ્યો છે. આ તરફ વડોદરામાં વધુ એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. મરીમાતાના ખાંચામાં એક માળ ધરાવતી જર્જરિત ઈમારત ધરાશાયી થઈ છે. ઇમારત ધરાશાયી થતાં નીચે રહેલા વાહનોને નુકસાન થયુ છે. પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
ભારતીય સિનેમામાં પ્રથમ વખત USAમાં યોજાશે આ ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ
ગ્લોબલ સ્ટાર રામ ચરણ સ્ટારર અને પીઢ શંકર દ્વારા દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેમ ચેન્જરનો એક ભાગ છે. શ્રી વેંકટેશ્વર...
Read more