વડોદરા : વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે આજે શહેરની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વધુ સંભાવના હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજવા ડેમની ભયજનક સપાટી ૨૧૬ ફૂટ છે. જાેકે, ડેમની સપાટી ૨૧૩.૮૫ ફૂટ પર પહોંચ્યા બાદ પાણી છોડવામાં આવી શકે છે. આજવાની સપાટી ૨૧૩ ફૂટે પહોંચી છે તેમજ વિશ્વામિત્રી ૨૩ ફૂટની સપાટી સાથે સ્તરે વહી રહી છે. આજવા અને પ્રતાપ સરોવરના તમામ દરવાજા હાલમાં બંધ છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતા દરવાજા હાલ ખોલવામાં આવશે નહીં. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી તેમ વડોદરા મ્યુનિસિપલ કોર્પેરેશને જણાવ્યુ છે. તંત્રએ લોકોને અફવાથી દૂર રહેવા પણ જણાવ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંરિત કરવા માટે ચારેય ઝોનમાં મળી કુલ ૩૦ સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે આગોતરા આયોજનના ભાગરૂપે VMC એક ટુકડી પરશુરામ ભઠ્ઠા વિસ્તાર તેમજ એક ટુકડી સિધ્ધાર્થ બંગલો વિસ્તાર ખાતે ડિપ્લોય કરવામાં આવેલ છે. વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જાેડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે.
સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, આચાર્યએ જ સગીરા પર બગાડી નજર
સુરત : વડોદરાના ભાયલીમાં ગઈકાલે ગેંગરેપની ઘટના બાદ ફરી સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સુરતના માંડવીમાં સામે આવી છે. સુરતના...
Read more