અમદાવાદઃ કૉમ્પટૅક જૂથના જૂથના કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1 નામના ઇલેક્ટ્રિક સ્કૂટરનો શનિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો. ગત એપ્રિલ-2024માં લૉન્ચ કરવામાં આવેલ કૉમ્પટૅક-VX1 સ્કૂટરની ડિલિવરી જુલાઈમાં શરૂ થઈ હતી. આ નવીનતાસભર ઈલેક્ટ્રિક સ્કૂટર તેની શ્રેષ્ઠ ડિઝાઇન, ઉત્તમ સુવિધાઓ તથા ઉચ્ચ પ્રદર્શન-દેખાવ સાથે ઇલેક્ટ્રિક વાહન (EV)ના બજારમાં ક્રાન્તિ લાવવાની પૂરી ખાતરી આપે છે.
કૉમ્પટૅક-VX1 સ્કૂટર અદ્યતન ટૅક્નોલોજીને વ્યાવહારિકતા સાથે સાંકળે છે, જે તેને પર્યાવરણ પ્રત્યે સભાન રાઇડરો (સ્કૂટરના વપરાશકારો) માટે યોગ્ય પસંદગી બનાવે છે. કૉમ્પટૅક-VX1 સ્કૂટર વપરાશકારના ઘરના માત્ર ચાર કલાકમાં 100 ટકા ચાર્જિંગ, સિંગલ ચાર્જ પર 135 કિ.મી.ની રૅન્જ, ચાર સેકન્ડમાં 0થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ અને 85 કિ.મી. પ્રતિ કલાકની ટોચની ઝડપ આપે છે. જ્યારે, તુલનાત્મક પેટ્રોલ-વાહનોની રનિંગ-કોસ્ટ રૂ.2 પ્રતિ કિમીથી વધારે હોય છે, ત્યારે કૉમ્પટૅક-VX1 સ્કૂટરની રનિંગ-કોસ્ટ પ્રતિ કિ.મી. માત્ર 20 પૈસા છે, જે તેને અત્યંત સસ્તો વિકલ્પ બનાવે છે.
કૉમ્પટૅક-VX1 સ્કૂટર અંગે બોલતાં કૉમ્પટૅક મોટોકૉર્પ પ્રા.લિ.ના સ્થાપક કરણસિંહ રાઠોરે જણાવ્યું હતું કે, “કૉમ્પટૅક બોલ્ટનું ઉત્પાદન સતત 58 વર્ષથી શરૂ થયું હતું અને ત્યારથી શરૂ કરીને કૉમ્પ્રેસરમાં અગ્રેસર બનવા માટે નવીનતા તેમજ શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે તે પ્રતિબદ્ધ છે. ઈવી સ્પેસમાં સાહસ કરવું એ એક પૅશનનો પ્રોજેક્ટ છે, જેને અર્થપૂર્ણ બનાવવાના અમારા ધ્યેયમાં અમે પર્યાવરણ પરની અસરોને ખ્યાલમાં રાખી છે. કૉમ્પટૅક-VX1 રોજિંદો ઉપયોગ કરનારા ભારતીય વપરાશકારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તે સસ્તું, શક્તિશાળી અને ઈકો-ફ્રેન્ડ્લી છે. ખરેખર તે ‘મેઇડ ફોર યુ, મેઇડ ફોર ભારત’ છે, જે ભારતમાં ઈવી-ક્રાન્તિમાં નોંધપાત્ર યોગદાન આપે છે.”
કૉમ્પટૅક-VX1ની કેટલીક અન્ય વિશેષતાઓમાં ઉન્નત સલામતી માટે એન્ટિ-થૅફ્ટ સિસ્ટમ, સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ સાથે ડિસ્ક-બ્રેક્સ, 3.3kW ક્ષમતાવાળી લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી, સુંદરતાની અસર ઊભી કરવા માટે સ્ટાઇલિશ DRL લાઇટ્સ, તથા વધારાની સ્થિરતા માટે 12-ઈંચના એલોય વ્હીલ્સ તેમજ 760 મીમી સીટની લંબાઈ, સરળ અને આરામદાયક સવારીની ખાતરી પૂરી પાડે છે.
એટલું જ નહીં, અન્ય વિશિષ્ટ સુવિધાઓમાં વધારાની સુવિધા માટે 34L બૂટ સ્પેસ, સરળ પાર્કિંગ માટે રિવર્સ મોડ, 250 કિ.ગ્રા. લોડક્ષમતા, ભારે વજનવાળી ચીજવસ્તુના વહન માટે યોગ્ય યુએસબી ચાર્જિંગ પોર્ટ, ચલાવનારને પોતાના રસ્તામાં ઉપકરણોને ચાર્જ કરવા માટે સક્ષમ બનાવે છે અને એક ગૅસ-સિલિન્ડર ફિટ થઈ શકે તેટલા મોટા લેગરૂમનો આ અનોખા સ્કૂટરમાં સમાવેશ થાય છે.
કૉમ્પટૅક-VX1 સ્કૂટર બે વેરિએન્ટમાં આવે છે. કૉમ્પટૅક-VX1ની કિંમત રૂ.88,935 (એક્સ શો-રૂમ, અમદાવાદ), જ્યારે 2.2kW મોટર પાવર સાથે કૉમ્પટૅક-VX1 (મૂળભૂત)ની કિંમત રૂ.76,230 (એક્સ શો-રૂમ, અમદાવાદ) રહે છે.
વ્યક્તિગત શૈલી (સ્ટાઇલ) અને પસંદગીઓને પહોંચી વળવા માટે બંને પ્રકારો બહુવિધ રંગોમાં ઉપલબ્ધ છે. આ આ વાહનો ત્રણ વર્ષ અથવા 30,000 કિ.મી.ની બેટરી-વૉરન્ટી, એક ycar અથવા 30,000 કિ.મી.ની સ્કૂટરની વૉરન્ટી અને એક વર્ષની ચાર્જરની વૉરન્ટી સાથે રજૂ થાય છે.
કૉમ્પટૅકની યોજનાઓ વિશે બોલતાં શ્રી રાઠોડે વધુમાં જણાવ્યું કે, “પર્યાવરણનું રક્ષણ કરનારાં ઈકો-ફ્રેન્ડ્લી વાહનવ્યવહારની વધતી જતી માંગને પહોંચી વળવા માટે નજીકના ભવિષ્યમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલ અને થ્રી-વ્હીલર વાહનો લૉન્ચ કરવાની દિશામાં અમે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છીએ. ભારતભરમાં આવાં વાહનોના વ્યાપક વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની વ્યાપક ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા ડીલરશિપ-મોડલ બહાર પાડવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ.”
કૉમ્પટૅક મોટોકૉર્પની કામગીરીમાં ટકાઉપણું મુખ્ય પરિબળ છે. માનવજાતને કાર્બન-નેગેટીવ બનાવવાના કંપનીના દૃષ્ટિકોણના ભાગરૂપે કંપનીએ દેશભરમાં વૃક્ષારોપણની ઝુંબેશ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં યોગદાન આપનારાં વાહનો બનાવવા સહિતની ઘણી બધી હરિયાળી પહેલો હાથ ધરી છે. વધુમાં તેની સુવિધાઓ ઉપર 80 ટકા ઊર્જાનો વપરાશ સૌર-ઊર્જા દ્વારા થાય છે, તે પણ મહત્ત્વનો મુદ્દો છે.