ભારતીય વાયુ સેના નિયંત્રણ બોર્ડ, નવી દિલ્હી દ્વારા પથ્રમ માર્શલ અર્જન સિંહ સ્મારક અખિલ ભારતીય હોકી ટૂર્નામેંટનું આયોજન મહાન જવાનોને સમ્માનિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
ભારતીય વાયુ સેનાના દિવગંત માર્શલ અર્જન સિંહ ડીએફસી ભારતીય વાયુ સેનાના પ્રથમ અને એકમાત્ર ફાઇવસ્ટાર રેંક અધિકારી હતા જેઓ હોકી ખેલના જહરર્દસ્ત પ્રેમી હતા. ભારતીય વાયુ સેનાની કથાઓ હંમેશાથી વાયુ સેનાના યોદ્ધાઓ માટે એક પ્રેરણ રહી છે અને તેઓ ન માત્ર યુદ્ધ ભમિમાં પણ ખેલ સંબંધી ગતિવિધિયોમાં પણ અગ્રણી ભૂમિકા નિભાવતા રહ્યાં છે.
હોકી વિશે જાગૃતતા ફેલાવવા માટે તથ તેની મહત્વતા સમજાવવા માટે ચંદીગઢમાં 7 મે થી 12 મે, 2018 સુધી 16 ટીમો – જેમાં દેશની 8 શ્રેષ્ઠ ક્લબ ટીમો જેઓનો સામનો સશસ્ત્ર દળ તથા અર્ધ લશ્કરી દળની આઠ ટીમો સાથે થશે તેને જોડતા એક રાષ્ટ્રીય સ્તરની ટૂર્મામેંટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.