આજે, રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસે, ભારતની આરોગ્યસંભાળમાં વાસ્ક્યુલર હેલ્થના મહત્વને રેખાંકિત કરતી અમારા તરફથી એક પહેલ છે. આ દિવસ નિવારણ અને પ્રારંભિક ઇલાજ મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. વિશ્વની ડાયાબિટીસની રાજધાની તરીકે અને તમાકુના ઊંચા વપરાશ સાથે, ભારત વાસ્ક્યુલર રોગોના ભયજનક દરનો સામનો કરી રહ્યું છે. અંગવિચ્છેદન અને જાનહાની જેવા કોમ્પ્લીકેશન વાસ્ક્યુલર રોગો ને વધારે ગંભીર બનાવે છે. ભારતમાં દર ત્રણ મિનિટે એક પગ કપાય છે, જેના કારણે રોજના આશ્ચર્યજનક રીતે ૬૦૦ અંગો અને વાર્ષિક ૨,૦૦,૦૦૦ થી વધુ અંગો, ખાસ કરીને પગ કપાય છે. આ કટોકટી માત્ર આંકડાઓ સુધીજ સીમીત નથી, પણ પરિવારો પર જબરદસ્ત નાણાકીય અને ભાવનાત્મક બોજ મૂકે છે. આનો સામનો કરવા વાસ્ક્યુલર આરોગ્ય અને વાસ્ક્યુલર સર્જનોની નિર્ણાયક ભૂમિકા અને એમની વિશે જાગૃતિ લાવવાની તાતી જરુર છે.
વાસ્ક્યુલર સર્જન – ધમની અને શિરાની બિમારીઓની સારવાર કરે છે, જેના માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે જે નીચે મુજબ છે.
1. મેડીસીન—વાસ્ક્યુલર રોગો ને નિયંત્રિત કરવા માટે પ્રાઇમેરી સ્ટેજ મા દવા કરવામાં આવે છે.
2. એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન્સઃ બ્લોકેજની સારવાર માટે બલુન અને સ્ટેન્ટનો ઉપયોગ થતો હોય છે.
3. ઓપન એન્ડ હાઇબ્રિડ વાસ્ક્યુલર સર્જરીઃ ઓપન ઓપરેશન તેમજ કેથલે બના સંયોજન થી થતા જટીલ વાસ્ક્યુલર ઓપરેશન.
જો તમે અથવા તમારા પ્રિયજન ગેંગ્રીન, પગના અલ્સર, ડીવીટી, વેરિકોઝ વેઇન્સ, ડાયાબિટીક અલ્સર, વાસ્ક્યુલર માલ ફોર્મેશન, સોજાવાળા પગ અથવા એન્યુ રિઝમથી પીડાતા હોવ, તો વાસ્ક્યુલર સર્જન ને કન્સ્લ્ટ કરવુ અનિવાર્ય છે. કારણ કે ભારતની 1.41 અબજની વસતીમાં વાસ્ક્યુલર સર્જનો ની સંખ્યા માત્ર ૫૫૦ છે. અને આ અછતને કારણે ઘણી વખત દર્દીઓની વિલંબિત અથવા અપૂરતી સંભાળ લેવામાં આવે છે, જે જટિલતાઓ અને મૃત્યુદરનું જોખમ વધારે છે. તેથી, અમે તબીબોને વાસ્ક્યુલર સર્જરીની વિશેષતા ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએ. ઉપરાંત, ભારતમાં વાસ્ક્યુલર સર્જનોની જરૂરિયાતને અનુરૂપ તેમને તાલીમ પણ આપવામા આવે છે. અંગવિચ્છેદન ઘટાડવા અને જીવન બચાવવાના મિશનમાં તમારી ભૂમિકા નિર્ણાયક છે.
જીવન-રક્ષાના આ કેમ્પેઇન મા અમારી સાથે જોડાવા વિનંતી. “તંબાકુ છોડો અને જીંદગી પંસદ કરો ભારત ને અપ્યુટેશન ફ્રી બનાવીયે”