ઉત્તર ગુજરાતના કેરી રસિયાઓ માટે ખુશખબર ….

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગીરના ખેડૂતો કેરીનો જથ્થો લઇ સીધા ગ્રાહકો પાસે આવશે

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . ચાલુ સાલે પ્રથમ તબક્કે મહેસાણામાં તેની શરૂઆત થઈ છે . બાગાયત સહકારી મંડળી સંચાલિત તાલાલા ગીરના ખેડૂતો દ્વારા ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કેશર કેરી મહોત્સવ યોજાઈ રહ્યો છે.

20240501 105031

જ્યાં તાલાલા ગીરના ખેડૂતો દ્વારા સીધુ કેસર કેરીનું વેચાણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં રાધનપુર રોડ પર ભારત પેટ્રોલિયમ પમ્પ ,GJ5 ફેશન શોપની સામે વેચાણ કેન્દ્ર ચાલુ છે. ગ્રાહકો દસ કિલોના પેકમાં બોક્સની ખરીદી કરી શકશે.

Share This Article