10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું પોસ્ટર લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : શ્રીણીક આઉટરીચના બેનર હેઠળ બનેલ  ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું  પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે.

poster

રાકેશ શાહ દ્વારા દિર્ગદર્શિત આ ફિલ્મ શ્રીણીક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મરડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલીયા જેવાં જાણીતા કલાકારોએ અદભૂત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે.

S2G2- અ રોમેન્ટિક મિશન ફિલ્મમાં 2 કપલની વાત છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર ટૂંક જ સમયમાં રિલીઝ થશે ત્યારબાદ દર્શકોઈ ફિલ્મ અંગે વધુ જાણી શકશે. 10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઈટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે. ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી જેવા ફેમસ બૉલીવુડ પ્લેબેક સિંગરે આ ફિલ્મન આ એક સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શયામલ મુન્શી દ્વારા લખાયા છે. ફિલ્મમાં વિવેક (મૌલિક ચૌહાણ દ્વારા અભિનીત) એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે પણ આ મિશન શું અને અનેતેને આમ સફળતા મળે છે કે નહિ તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું.

Share This Article