ડેનમાર્કની ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ નિર્માતા કંપની JABRAની સહાયક કંપની જીએન નેટકોમે વાયરલેસ ઇયરબડ્સ ભારતમાં લોન્ચ કરી દીધા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ઇયરબડ્સ દ્વારા ૧૫ કલાક સુધી નોન સ્ટોપ મ્યૂઝીક સાંભળી શકાય છે, સાથે જ આ ઇયરબડ્સમાં મ્યૂઝીકની ક્વોલીટીને લઇને ખુબ કામ કરવામાં આવ્યુ છે.
- આ ડિવાઇસની કિંમત ૧૨,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે, ઇયરબડ્સ જોવામાં ખુબ આકર્ષક લાગે છે.
- આ ડિવાઇસમાં ખૂબ સારુ ફિચર એ છે કે તમારા કાનમાંથી જો ડિવાઇસ નિકળી જશે તો મ્યૂઝિક જાતે જ બંધ થઇ જશે અને કાનમાં નાંખશો તો તરત જ મ્યૂઝીક શરૂ થઇ જશે.
- ડિવાઇસમાં ગનમેટલ ગ્રે કલર તેને પ્રીમિયમ લૂક આપે છે.
- ડિવાઇસને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે કે તેને કાનમાં લગાવવું ખુબ આસાન છે.
- ડિવાઇસને લાંબા સમય સુધી કાનમાં લગાવીને મ્યૂઝિક સાંભળી શકો છો, તેનાથી કાનમાં પણ દુખશે નહી.
- JABRA એકમાત્ર કંપની છે કે જેણે યુઝર્સને સીધા ઇયરબડ્સ દ્વારા એલેક્સાને એક્સેસ કરવાની સુવિધા આપી છે.
- ડિવાઇસમાં કોલ કરવાની અને રિસીવ કરવાની સુવિધા છે, તે સિવાય તેમાં ઇનબિલ્ટ માઇક્રોફઓન આપવામાં આવ્યો છે.
- બંને ઇયરબડ્સમાં પોતાના ઓડિયો આઉટપૂટ છે. ડિવાઇસમાં પાવર માટે અલગ બેટરી છે. આ હેડફોન ચાર્જીંગ કેસ સાથે આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર ૧૫ મિનીટ ચાર્જ કરવાથી આ ડિવાઇસ ૧ કલાક ચાલશે. ૨૦ કલાકનો બેટરી બેક-અપ પણ તમને મળશે.
- આ ઇયરબડ્સ વોટર રેસિસ્ટેંટ છે, પાણીમાં પડી જવાથી પણ તેને કોઇ અસર નહી થાય.
આ ઇયરબડ્સ ખરીદવાથી તમને ઘણા બધા ફાયદા થઇ શકે છે. જો તમને તમારુ મ્યુઝીક ક્વોલિટી સાથે સાંભળવાની ટેવ છે તો આ ઇયરબડ્સ ખરીદવા જ જોઇએ.