અમદાવાદ : વિશાલામાં 27મી માર્ચ, 2024, બુધવારના રોજ સાંજે 6:30 વાગે વિશ્વ રંગભૂમિ દિન પર્વની ઉજવણી કરાઈ. આ પ્રસંગે રંગભૂમિના પીઢ તથા યુવા કલાકારોને સન્માનિત કરાયા . વિશાલાના સર્જક તથા વિચાર ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે આ સમારંભમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહા હતા. છેલ્લાં ઘણાં વર્ષોથી વિશાલા તથા વિચાર ટ્રસ્ટના ઉપક્રમે નિયમિત રીતે દર વર્ષે રંગભૂમિ દિવસે રંગમંચના દિગ્ગજ કલાકારોને પોંખવાનો, તેમનું સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કલાકારો આપણું ગૌરવ છે. પોતાની સમગ્ર જિંદગી સમર્પિત કરીને તેમણે રંગભૂમિને જીવંત રાખી છે. તેમની પ્રતિભા અને રંગભૂમિ માટેની પ્રતિબદ્ધતાને સન્માનિત કરવાનો આ અવસર હોય છે. અમને ગૌરવ છે કે અમે આવા ગૌરવવંતા અનેક અભિનેતાઓ તથા કળાકારોનું સન્માન કરી શક્યા છીએ. સન્માન મેળવીને જ્યારે તેઓ સંતોષની લાગણી અનુભવે છે ત્યારે અમને ગૌરવ અને આનંદ થાય છે.”
આપ જાણો છો તેમ, 27મી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ.આ દિવસે છેલ્લા 11 વર્ષથી, રંગભૂમિના વડીલ કલાકારોનું વિશાલા ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. ગુજરાત અને મુંબઈમાં રહેતા ગુજરાતી રંગભૂમિના કલાકારોનું આ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. આ સન્માનમાં એવોર્ડ, શો, પ્રશસ્તિપત્ર અને ₹5,000 ના સિક્કાઓની થેલી અર્પણ કરવામાં આવે છે.
આ વર્ષે ૧૦ જેટલા વડીલ નાટ્ય સમ્રાટોનું અભિવાદન, પૂજન અને સન્માન કરવામાં આવ્યુ . વળી યુવાનો માટે એમ વિચાર કર્યો કે તેમાંથી પ્રતિભાશાળી યુવાન નાટ્ય કલાકાર મિત્રોને પણ સન્માનિત કરીએ. આ વર્ષે ૧ યુવા નાટ્ય કલાકારને સન્માનિત કરવામાં આવ્યું . 27મી માર્ચે સાંજે છ વાગ્યે વિશાલા હોટલ ખાતે રંગભૂમિના વડીલ કલાકારો એવા, સર્વ શ્રી ફિરોજ ભગત, મનોજ શાહ, કૌસ્તુત ત્રિવેદી, કુકુલ તાર માસ્ટર, સુજાતા મહેતા, કૌશિક સિંધવ ,તુષાર વ્યાસ, કનુભાઈ જાની, હરીશ પંડ્યા અને જીતેન્દ્ર ઠક્કર નું સન્માન કરવામાં આવ્યા છે. આ સિવાય યુવા કલાકાર યુક્તિ મોદીનું પણ વિશિષ્ટ સન્માન થયું. કાર્યક્રમના અંતે વિશાલાનું મનભાવન ભોજન, કલાકારોની સાથે લેવામાં આવ્યું .
માનનીય હર્ષદભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિના હસ્તે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. ૨૭મી માર્ચે જે કલાકારોનું સન્માન કરવામાં આવનાર છે તે કલાકારોનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ઉમરના આ મુકામે વિશાલાના સ્થાપક શ્રી સુરેન્દ્રભાઈ પટેલ ધ્વારા અમારું સન્માન થાય તે અમારા માટે પ્રસંશનીય અને ગૌરવપૂર્ણ ઘટના બની રહેશે. વળી યુવા કલાકારોનું સન્માન થાય તેનાથી યુવા પેઢી રંગમંચ તરફ આકર્ષાશે.