આ નવું કેમ્પેઇન રસના ના ભાવનાત્મક સ્પર્શ તેમજ વિટામિન્સ અને મિનરલ્સના કાર્યાત્મક લાભોને પ્રકાશિત કરે છે
અમદાવાદ, ગુજરાત : ઉનાળો આવી ગયો છે અને અમે એ જાણીએ છીએ કારણ કે રસનાની નવું કેમ્પેઇન માર્કેટમાં આવી ગઈ છે !! દર વર્ષની જેમ આ વર્ષે પણ રસના એક નવી નવી ઝુંબેશ સાથે બહાર આવી છે જે તેમના 21 વિટામિન્સ અને મિનરલ્સને હાઇલાઇટ કરવાના સાથે સાથે આપણને જે લાગણીઓ જે તે પ્રેમ, ખુશી, જોશ અને સફળતાના વિટામિન્સ જેવી જગાડે છે એમને પણ હાઇલાઇટ કરે છે . ઊંડા બજાર સંશોધન અને બ્લાઇન્ડ પ્રોડક્ટ સ્વાદના પરિણામોના આધારે, રસનાને વાસ્તવિક ફળોના અર્ક સાથે વિટામિન, મિનેરલ અને ગ્લુકોઝ પીણા તરીકે સુધારેલ છે. નવી જાહેરાત રસના ના ગ્રાહકો અને તેમની વિકસતી જરૂરિયાતોને સમજવામાં મદદ કરવા માટે સમગ્ર ભારતવર્ષમાં કરવામાં આવેલા વ્યાપક બજાર સંશોધનનું પરિણામ છે. તે SEC A અને B ઘરો તરફ લક્ષિત કુદરતી, સ્વસ્થ અને ઉત્તમ સ્વાદના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને સ્વાદિષ્ટ, ગાઢ અને આરોગ્યપ્રદ પીણા તરીકે સ્થાન આપે છે જે તર્કસંગત પાસાઓને સંતોષે છે તેમજ ઉર્જા, જોશ, ખુશી, અને સૌથી મહત્વપૂર્ણ વિટામિન, વિટામિન લવ.પ્રદાન કરવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરે છે.
રસના ના નવા બ્રાન્ડ ઝુંબેશના અનાવરણ અને નવા સ્થાનાંતરણ અંગે ટિપ્પણી કરતા ગ્રૂપના ગ્રૂપ ચેરમેન શ્રી પીરુઝ ખંબાટ્ટા જણાવે છે કે,“અમને ખૂબ ગર્વ છે કે તમન્ના ભાટિયા જેવી સેલિબ્રિટી પણ રસનાને બાળપણની ફેવરિટ હોવાને સમર્થન આપવા માટે ખૂબ ઉત્સુક હતી. આજે રસના માત્ર સેલિબ્રિટીઝ જેવી પેઢીઓના પ્રેમ માટે જ નથી પરંતુ સામાન્ય વ્યક્તિના પ્રેમ માટે પણ ઉભી છે, અમને ખૂબ ગર્વ છે કે આજે રસના માત્ર અતિ શ્રીમંત લોકો ત્યાં જ નથી , પરંતુ ગામડાઓમાં અને ભારતની વાસ્તવિક જનતા માટે પણ ઉપયોગી છે. તેથી રસના આજે રૂ. 1/- એક ગ્લાસથી લઈને રૂ. 10/- સુધીની ઓફર સાથે એક ગ્લાસ જીવનના તમામ ક્ષેત્રોને સ્પર્શે છે. અમને એ હકીકતનો પણ ખૂબ ગર્વ છે કે રસના સપ્લાય ચેઇનમાં તેના સીધા પ્રવેશ સાથે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને તેમના પાકનું બમણું મૂલ્ય મળે તે સુનિશ્ચિત કરી રહ્યું છે, અમારા વડા પ્રધાનની તેમની આવક બમણી કરવાના વિઝનને અનુરૂપ. રસના એક ગૌરવપૂર્ણ મેક ઈન ઈન્ડિયા બ્રાન્ડ છે જે ફક્ત સ્થાનિક રીતે મેળવેલા ઉત્પાદનો સાથે બનાવવામાં આવે છે કારણ કે રસના કંપની એ ડ્રીંક અને FMCG ક્ષેત્રની બીજા કંપનીઓની સ્પર્ધાની તુલનામાં માત્ર ભારતીય ફળો અને કાચા માલનો ઉપયોગ કરતી એકમાત્ર કંપનીઓમાંની એક છે જે મોટાભાગના ફળો અને ઘટકોની આયાત કરે છે.. અમે ગ્રાહકોની સતત ગતિશીલ જરૂરિયાતોને સંતોષતા વિટામિન અને મિનેરલ્સ સાથે વધુ સારી ગુણવત્તાયુક્ત, મૂલ્યવર્ધિત કુદરતી ઉત્પાદનો વિકસાવવા માટે આગેવાની લીધી છે.”
આ વર્ષની ઝુંબેશની ખાસિયત છે સનસનાટીભર્યા તમન્ના ભાટિયાનું ઓનબોર્ડિંગ જે યુવા ચહેરા અને ઘણા લોકોના ધબકારા છે. વાસ્તવમાં, તમન્ના નાનપણથી જ રસના ચાહક છે અને રસનું સેવન કરે છે, અને વાસ્તવિક જીવનમાં પણ લવ યુ રસના કહેતી એક બાળક તરીકેની એમની પોતાની એક અલગ યાદ છે અને તેથી જ તેણીનું ઓનબોર્ડ હોવું સ્વાભાવિક હતું. વાસ્તવમાં, જાહેરાતમાં તેણીએ રસના ને એક ખુશી આપનાર, સફળતા આપનાર અને પરિવાર વચ્ચેના પ્રેમને પ્રસ્તુત કરતી ભાવનાત્મક પરિસ્થિતિઓમાં લાવી છે. જાહેરાતનો આ ભાવનાત્મક જાદુ તમન્નાહની વિશ્વસનીય અભિનય વિના આવી શક્યો ન હોત, ફક્ત આ જાહેરાત જોઈને જ તે સાબિત થશે.
આ ભાગીદારી પર પોતાના ભાવ જણાવતા, તમન્નાહ ભાટિયાએ ટિપ્પણી કરી “આપણા દેશમાં એવા બ્રાન્ડ્સ છે જે વારસાગત છે અને રસના એ ભારતના હૃદયમાંથી આવેલું એક એવું ઉત્તમ બ્રાન્ડનું ઉદાહરણ છે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પીણા બ્રાન્ડ સાથે સંકળાયેલા હોવાનો મને ખૂબ જ ગર્વ છે. હવે હું સમજું છું કે રસના વિટામિન્સ, મિનરલ્સ અને ગ્લુકોઝ સાથેના હેલ્થ ડ્રિંક તરીકે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી છે, હું આ ઝુંબેશનો ભાગ બનવા માટે વધુ ઉત્સાહિત એટલે છું, કારણ કે તે લાખો લોકો માટે પોષણ લાવશે. તે દરેક બાળકનો પ્રથમ પ્રેમ છે અને મારા હૃદયમાં મારા પ્રથમ પ્રેમ તરીકે જડિત છે, મેં આટલું મજબૂત ભાવનાત્મક જોડાણ ધરાવતી બીજી એફએમસીજી બ્રાન્ડ ક્યારેય જોઈ નથી. તે દેશનું રાષ્ટ્રીય પીણું છે.”
આજે રસના માત્ર વિશ્વ વિખ્યાત નવીનતા રસના સોફ્ટ ડ્રિંક કોન્સેન્ટ્રેટ નથી, પણ રસના ઇન્સ્ટન્ટ પાવડર પણ છે, જે ઘણા ફોર્મેટમાં આવે છે જેમ કે 750 ગ્રામ પાઉચ 33 ગ્લાસ બનાવે છે, 500 ગ્રામ પાઉચ 22 ગ્લાસ બનાવે છે, 400 ગ્રામ પાઉચ 17 ગ્લાસ બનાવે છે, એક સેચેટ સિંગલ ગ્લાસ બનાવે છે, સેચેટ 500 મિલી લીટર પણ બનાવે છે. રસનાએ નવી પેઢીના પ્રવાહી જેવા કે સ્ક્વોશ અને સિરપ પર ધ્યાન કેન્દ્રિત કરી એમને વિકસાવવા માટે પણ આગેવાની લીધી છે. રસના તેની સબ-બ્રાન્ડ રસના હેલ્ધી ડે હેઠળ સંપૂર્ણ સુખાકારી શ્રેણી પણ ધરાવે છે જેમાં શુદ્ધ મધ, પ્રોટીન પાવડર, મધ/માલ્ટ આધારિત પાવડર, ચોકલેટ સ્પ્રેડ્સ, ઇન્સ્ટન્ટ સૂપ વગેરેનો સમાવેશ થાય છે.
આજે રસના તેની શ્રેણીમાં 100% યાદમાં આવતું બ્રાન્ડ નો દરજો અને 85% બજાર હિસ્સો ધરાવે છે. તે દુનિયાનો સૌથી મોટો સોફ્ટડ્રિંક ઉત્પાદક છે, જે ભારતમાં 12 અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સાથે ભારતમાં 1.6 મિલિયન રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે અને 60+ દેશોમાં વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. તે દરેક પસાર થતું વર્ષ સાથે ‘મેક ઇન ઇન્ડિયા, વર્લ્ડ ફોર વર્લ્ડ’ના સપનાને સાકાર કરે છે.