– ગુજરાતી સુપરહિટ ફિલ્મ “વશ”ની રીમેક “શૈતાન”નું ટ્રેલર લોન્ચ
– “શૈતાન” ફિલ્મના ટ્રેલરને 24 કલાકમાં માત્ર યુટ્યુબ પર જ 28 મિલિયનથી પણ વધુ વ્યુ મળ્યા છે.
ગુજરાતી સિનેમા માટે ગર્વની વાત છે કે ગત ફેબ્રુઆરી 2023માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ “વશ”ની રીમેક “શૈતાન” 8મી માર્ચે રિલીઝ થઈ રહી છે. અજય દેવગન ફિલ્મ્સ પ્રસ્તુત “શૈતાન”નું ગઈકાલે મુંબઈ ખાતે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલર લોન્ચ પ્રસંગે અજય દેવગણ, આર. માધવન, જ્યોતિકા તેમજ જાનકી બોડીવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે “શૈતાન” ફિલ્મ એ ગુજરાતી સુપ્રસિદ્ધ ફિલ્મ “વશ”ની રીમેક છે. વશ ફિલ્મ ફેબ્રુઆરી 2023માં રિલીઝ થઇ હતી જેનું દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે શૈતાન ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે. “શૈતાન” ફિલ્મના ટ્રેલરને 24 કલાકમાં માત્ર યુટ્યુબ પર જ 28 મિલિયનથી પણ વધુ વ્યુ મળ્યા છે.
શું શૈતાન અને વશ ફિલ્મના ટ્રેલરમાં સામ્યતા છે ?
– વશ ફિલ્મના ટ્રેલર અને શૈતાનના ટ્રેલરની સરખામણી કરીએ તો લગભગ 80% સામ્યતા જોવા મળે છે.
શું આર. માધવને હિતેનકુમારની એક્ટિંગની એક્ટિંગ કરી છે ?
– હિતેનકુમાર વશ ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં બાજી મારી જાય છે. શૈતાનના ટ્રેલરમાં આર. માધવન હિતેનકુમારે ભજવેલા પાત્રમાં જોવા મળે છે. વશ ફિલ્મમાં હિતેનકુમારના અભિનયની ખુબ જ પ્રશંસા થઇ હતી. શું આર. માધવન આ પાત્રને ન્યાય આપી શકશે કે કેમ એ તો ફિલ્મ જોઈને જ ખ્યાલ આવશે.
વશ ફિલ્મના પાત્રો Vs શૈતાન ફિલ્મના પાત્રો
હિતુ કનોડિયા – અજય દેવગણ
નિલમ પંચાલ – જ્યોતિકા
હિતેન કુમાર – આર. માધવન
જાનકી બોડીવાલા – જાનકી બોડીવાલા
વાચક મિત્રો અહીં “શૈતાન” અને “વશ” બંને ફિલ્મના ટ્રેલરની લિંક આપેલી છે. બંને ટ્રેલર જોઈને કોમેન્ટ આપજો કે તમને કયુ ટ્રેલર વધારે પસંદ પડયું. ફિલ્મના પાત્રોમાં પણ તમને શું સામ્યતા કે અલગ લાગ્યું તે જરૂરથી જણાવજો.