દક્ષિણ આફ્રિકન પ્રવાસનમાં 2023માં ભારતમાંથી થયેલા આગમનમાં 43% ની વૃદ્ધિ મેળવી; અમદાવાદથી ગયેલા મુસાફરોમાં બે ગણો વધારો અનુભવાયો
~ભારતથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસનમાં 2023માં 43%ની વૃદ્ધિ~
~દક્ષિણ આફ્રિકન પ્રવાસનના ટોચના 3 અગ્રિમ બજારોમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી~
અમદાવાદ :અગાઉના વર્ષમાં અનુભવાયેલા મજબૂત ટ્રાવેલ વેગને ટકાવી રાખવા માટે દક્ષિણ આફ્રિકન પ્રવાસને અમદાવાદમાં હયાત રિજન્સી ખાતે 20મો વાર્ષિક ઇન્ડિયા રોડ શોના ત્રીજા પ્રકરણનું આયોજન કર્યુ છે. 12 ફેબ્રુઆરીના રોજ જયપુરમાં 11 ફેબ્રુઆરીએ પેનલ ચર્ચા સાથે શરૂ કરાયેલ ટ્રેડ શિડ્યૂલ 13 ફેબ્રુઆરીએ દિલ્હીની શેરીઓમાં પ્રવેશ્યો હતો અને 15 ફેબ્રુઆરીએ બેંગાલુરુમાં પ્રવેશશે અને 16 ફેબ્રુઆરીના રોજ મુંબઇમાં સમાપન કરશે. ભારત હાલમાં સૌથી ઝડપથી વિકસતા આઉટબાઉન્ડ (દેશ બહાર) ટ્રાવેલ માર્કેટમાંનું એક છે, જે એશિયા અને વિશ્વભરના મેમાં મુલાકાત લઇ શકાય તેવા દેશોને પાછળ પાડે છે. આ દેશ દક્ષિણ આફ્રિકાના પ્રવાસન માટે ટોચના-3 ફોકસ બજારોમાંનો એક છે અને આવનારા વર્ષોમાં અપાર સંભાવનાઓ ધરાવે છે. 20મું મલ્ટિ-સિટી શેડ્યૂલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં તેના વધતા રોકાણના બે દાયકા કરતાં વધુ સમય દર્શાવે છે. મિડલ ઇસ્ટ, ઇન્ડિયા અને સાઉથઇસ્ટ એશિયા આફ્રિકન ટુરીઝમના હબ વડા શ્રીમતી નેલિસ્વા નકાનીએ આ ઇવેન્ટમાં દિલ્હીમાં 300થી વધુ ટ્રાવેલ ટ્રેડ ભાગીદારોનું સ્વાગત કર્યુ હતું અને તેઓને વધતી જતી માંગનો લાભ ઉઠાવવા માટે સક્ષમ બનાવતી સ્થાનિક બજારની મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. વધુમાં, પ્રવાસન બોર્ડે મહેમાનોને અધિકૃત દક્ષિણ આફ્રિકન ભોજન અને તેની સંસ્કૃતિની ઝલક આપવા માટે હોટેલ સાથે ભાગીદારી કરી હતી.
રેઈન્બો નેશનના સ્વદેશી વ્યવસાયો અને ભારતીય ખરીદદારો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતા, આ રોડ શોમાં દક્ષિણ આફ્રિકાના 42 અગ્રણી વેપાર પ્રદર્શકોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળે ભારતીય વેપાર ભાગીદારોને તેમની ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન કરવા અને સંભવિત ભાવિ સહયોગને ઓળખવાની મંજૂરી આપી હતી. નોંધનીય બાબત એ છે કે, સ્થાનિક વ્યવસાયોમાં 14 SMME હતા જેમણે તેમના સમકક્ષો સાથે મળીને 40% નવી પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો રજૂ કર્યો હતો જેમાં વૈવિધ્યસભર અને પરવડે તેવી ઓફરો દર્શાવવામાં આવી હતી. આવી ઘટનાઓ બંને રાષ્ટ્રોના વ્યવસાયોને એક મંચ સાથે જોડવા અને પરસ્પર લાભદાયી ભાગીદારી સ્થાપિત કરવા માટે રજૂ કરે છે. આ પ્રસંગે ટિપ્પણી કરતા મિડલ ઇસ્ટ, ઇન્ડિયા અને સાઉથઇસ્ટ એશિયા આફ્રિકન ટુરીઝમના હબ વડા શ્રીમતી નેલિસ્વા નકાનીએ જણાવ્યું હતું કે “20મો વાર્ષિક ભારત રોડશો દક્ષિણ આફ્રિકાના પ્રવાસનની ભારતીય બજાર પ્રત્યેની પ્રતિબદ્ધતાના બે દાયકા કરતાં વધુ સમય દર્શાવે છે. 2023 અમારા માટે વધુ એક સફળ વર્ષ તરીકે ઉભરી આવ્યું હતુ અને અમે તેના પાછલા વર્ષની સરખામણીમાં ભારતમાંથી પ્રવાસીઓમાં 43% વધારો જોયો છે. આ સિદ્ધિ આપણા ભારતીય વેપાર ભાગીદારોના અવિરત પ્રયાસો અને ભારતીય પ્રવાસીઓ દ્વારા રેઈન્બો નેશન પર વરસાવેલા સ્નેહ વિના શક્ય બન્યુ ન હોત; જે માટે અમે ખરેખર આભારી છીએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે “મુસાફરી પ્રવૃત્તિઓ ફરી શરૂ થયા પછી અમે જોયું છે કે ભારતનું આઉટબાઉન્ડ ટુરિઝમ માર્કેટ બાકીના વિશ્વની તુલનામાં વધુ મજબૂત બન્યું છે. ભારતીય બજારમાં રહેલી અપાર સંભાવનાઓને જોતાં, તે 2024 માટે અમારા ટોચના ત્રણ ફોકસ માર્કેટમાં રહેવાનું ચાલુ રાખે છે અને વ્યૂહાત્મક મહત્વની સ્થિતિ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે આ ગતિ ચાલુ રાખીએ અને રેઈન્બો નેશનમાં “વધુ અને વધુ” ભારતીય પ્રવાસીઓનું સ્વાગત કરીએ.”
અમદાવાદ હાલમાં ભારતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસન માટે સૌથી ઝડપથી વિકસતા અગ્રણી બજારોમાંનું એક છે અને 2023માં શહેરમાંથી પ્રવાસીઓની સંખ્યામાં બે ગણો વધારો જોવા મળ્યો છે. એકંદરે, દક્ષિણ આફ્રિકાએ એક વર્ષમાં ભારતમાંથી આવતા પ્રવાસીઓમાં વાર્ષિક ધોરણે 43%ની તંદુરસ્ત વૃદ્ધિ નોંધાવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને તેમના સહિયારા ઇતિહાસને કારણે મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. નોંધનીય છે કે રેઈનબો નેશનની મુલાકાત લેતા અમદાવાદના 56% પ્રવાસીઓ તેના સમૃદ્ધ ભૂતકાળ, સંસ્કૃતિ અને વારસાથી પ્રેરિત હતા. પ્રવાસન બોર્ડ સુલભતામાં સુધારો કરવા અને બંને રાષ્ટ્રો વચ્ચે પ્રવાસન અને વેપારને વેગ આપવા માટે સીધા માર્ગો સ્થાપિત કરવાના હેતુથી સંવાદોને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખશે.
ભારતીય પ્રભાવકોની નજર દ્વારા ડેસ્ટીનેશનને પ્રમોટ કરીને અને ગ્રાહકોને નવા પ્રાંતોમાં શોધખોળ કરવા લલચાવતા, દક્ષિણ આફ્રિકાનું પ્રવાસન હાલમાં લક્ષ્યાંકિત શહેરોમાં તેનું મુખ્ય “વધુ અને વધુ” બ્રાન્ડ અભિયાન ચલાવી રહ્યું છે. પ્રવાસન બોર્ડ આગામી મહિનાઓમાં ભારતીય કોર્પોરેટ સાથે જોડાવા અને તેમના વ્યવસાય અને MICE મુસાફરીની જરૂરિયાતોને સંબોધવા માટે તેની પ્રખ્યાત કોર્પોરેટ થિંક ટેન્કનું આયોજન કરવા માટે પણ તૈયાર છે. હાલમાં, અમીરાત, કતાર, એરવેઝ, ઇથોપિયન એરલાઇન્સ, કેન્યા એરવેઝ અને એર સેશેલ્સ સહિતની ઘણી સ્ટોપ-ઓવર ફ્લાઇટ્સ દક્ષિણ આફ્રિકામાં ઉડે છે.