રાજ્યની સ્વનિર્ભર શાળાઓના ફી નિયમન સંદર્ભે સુપ્રિમ કોર્ટે શાળાઓના ફી નિયમન માટે રાજ્ય સરકારના અધિકારને માન્ય રાખતા આપેલા વચગાળાના આદેશને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકાર આપ્યો છે.
આ વચગાળાના આદેશને આવકારતા ચુડાસમાએ જણાવ્યું છે કે, ફી નિયમન બાબતે રાજ્ય સરકાર વાલીઓના હિતમાં કાનૂની લડત લડી રહી છે, આ બાબતે રાજ્ય સરકાર કટિબધ્ધ પણ છે અને આ કટિબધ્ધતા પણ સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશથી સ્પષ્ટ થાય છે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે મધ્યમ વર્ગના વાલફીઓના હિતમાં નક્કર રજૂઆત કરતાં અમને સફળતા મળી હતી.
રાજ્યની શાળાઓના ફી નિયમન અંગે સુપ્રિમ કોર્ટે શાળાઓનું ફી નિયમન કરવાનો રાજ્ય સરકારને અધિકાર છે તે બાબતને તેના વચગાળાના આદેશમાં સ્પષ્ટ કરી છે તેમ ચુડાસમાએ જાણાવી ઉમેર્યું હતું કે, ફી નિયમન કાર્યવાહી સંબધે સુપ્રિમ કોર્ટે જે સૂચના આપી છે તે મુજબ રાજખ્ય સરકાર તમામ બાબતે સમયબધ્ધ રીતે યોગ્ય કાર્યવાહી કરશે.