છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચાલુ વર્ષે ૪૦ દિવસમાં સોનાના ભાવમાં દરરોજ ૩૦ રૂપિયાથી વધુ ઘટ્યા
મુંબઈ
: છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. ચાલુ વર્ષે ૪૦ દિવસમાં સોનાના ભાવમાં દરરોજ ૩૦ રૂપિયાથી વધુ ઘટ્યા છે. મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે. આ ઉપરાંત ફેડ ચાલુ વર્ષમાં વ્યાજદરમાં પણ ઘટાડો કરી શકે છે. જાન્યુઆરીના અંતમાં ફેડની બેઠકમાં વ્યાજદર સ્થિર રાખવાની જાહેરાતને કારણે સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. ભારતના વાયદા બજારમાં સોનાનો ભાવ ૬૧,૩૦૦ રૂપિયાની નીચે છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૨૪ના ૪૦ દિવસમાં સોનાના ભાવમાં જે કારણોથી ઘટાડો થયો તેના પર વેલ્થવેવ ઈનસાઇટ્‌સના સ્થાપક સુગંધા સચદેવાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે ડોલર ઈન્ડેક્સના કારણે અને ફેડરલ રિઝર્વના કારણે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.


સોનાના ભાવમાં અંદાજે ૧.૪૨ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. ફેડ અનુસાર પોલિસી રેટ ઘટાડતા પહેલા મોંઘવારીમાં ઘટાડાના નક્કર પુરાવાની જરૂર પડશે. જેના કારણે અમેરિકી ડોલરમાં વધારો જાેવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક લાંબા સમય સુધી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો ર્નિણય લઈ શકે છે. નવું વર્ષ શરૂ થયું તેને ૪૦ દિવસ વીતી ગયા છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં દરરોજ ૩૦ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૬૩,૫૩૧ રૂપિયા હતા. ૪૦ દિવસ પછી ૯ ફેબ્રુઆરીએ ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૬૨,૨૯૪ રૂપિયા છે. તેનો અર્થ એ છે કે અત્યાર સુધી સોનાના ભાવમાં ૧૨૩૭ રૂપિયાનો ઘટાડો થયો છે. જાે તેની એક દિવસ મૂજબ ગણતરી કરીએ તો તે અંદાજે ૩૧ રૂપિયા થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જાેવા મળી શકે છે.

TAGGED:
Share This Article