મુંબઇ : વિયેતજેટ એવિયેશન જોઇન્ટ સ્ટોક કંપની (HOSE: VJC)એ 2023ના વર્ષ માટે અદભૂત બિઝનેસ પ્રદર્શનની ઘોષણા કરી છે, જેમાં વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગમાં અનેક કંપનીઓમાંની એક તરીકે તેની સ્થિતિને વધુ સ્થિતિસ્થાપક અને ઝડપથી વૃદ્ધિ પામતી કંપની તરીકે મજબૂત બનાવી છે. કંપનીએ અથાગપણે તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં વધારો કર્યો છે, તે રીતે સુધારાને અને પ્રવાસન, રોકાણ અને એશિયા પેસિફિક રિજીયનમાં વેપારને વેગ આપ્યો છે.
20023માં વિયેતજેટએ 25.3 મિલીયન ઓનબોર્ડ મુસાફરો (વિયેતજેટ થાઇલેન્ડ સિવાય) સાથે 133,000 ફ્લાઇટ્સ ઓપરેટ કરી હતી – જે વાર્ષિક ધોરણે 183%નો ઊછાળો દર્શાવે છે, જેમાં 7.6 મિલીયન લોકોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર ઉડાન ભર્યુ હતુ. પાછલા વર્ષે વિયેતજેટએ તેના ફ્લાઇટ નેટવર્કમાં સતત વધાર કરવાનુ ચાલુ રાખતા 33 નવા આંતરરાષ્ટ્રીય અને 45 ડોમેસ્ટિક રુટ્સ થયા છે, જેના લીધે કુલ રુટ્સની સંખ્યા 125 થઇ છે, જેમાં 80 આંતરરાષ્ટ્રીય અને 45 રુટ્સનો સમાવેશ થાય છે. કેટલાક નોંધવાલાયક રુટ્સમાં હો ચી મિન્હ સિટી-શાંઘાઇ, હો ચી મિન્હ સિટી- વિયેતાઇન, હનોઇ-સિયેમ રીપ, હનોઇ કોંગ, હનોઇ – હોંગ કોંગ, ફુ ક્વુક- તાઇપેઇ અને ફુ ક્વુકો-બુસાનનો સમાવેશ થાય છે.
વિયેતજેટ વિયેતનામ અને ભારત વચ્ચે સૌથી મોટી ઓપરેટર છે, જેમાં વિયેતનામને દિલ્હી, મુંબઇ, અમદાવાદ, કોચી અને તિરુચિરાપલ્લીને જોડતા રુટ્સનો સમાવેશ થાય છે, જે સપ્તાહદીઠ 35 રાઉન્ડ-ટ્રીપ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. એરલાઇન એવી સૌપ્રથમ એરલાઇન બની છે જે વિયેતનામને પાંચ શહેરો જેમ કે સિડની, મેલબોર્ન, પર્થ, એડલેડ અને બ્રિસ્બેન સહિતના ઓસ્ટ્રેલિયાને જોડે છે. વિયેતજેટનું કાર્ગો વોલ્યુમ 81,500 થયુ છે જે વાર્ષિક ધોરણે 73%નો વધારો દર્શાવે છે.
વિયેતજેટે 2023માં અંદાજે 2.18 અબજ ડોલરની અલાયદી આવક અને આશરે સંયુક્ત આવક 2023માં 2.55 અબજ ડોલર બિલિયન ડોલરની થઇ હોવાનું જણાવ્યું હતુ, જે વાર્ષિક ધોરણે અનુક્રમે 62% અને 56%નો વધારો દર્શાવે છે. તેનો અલાયદો અને એકીકૃત કર પછીનો નફો અનુક્રમે આશરે 28.5 મિલિયન ડોલર અને 14 મિલિયન ડોલર હતો. ફક્ત 2023ના ચોથા ક્વાર્ટરમાં, અલાયદો અને સંયુક્ત આવક અનુક્રમે 609.47 મિલિયન ડોલર આશરે 768.86 મિલિયન ડોલર સુધી પહોંચી હતી જે વાર્ષિક ધોરણે અનુક્રમે 89% અને 49%નો વધારો દર્શાવે છે. દરમિયાનમાં ત્રિમાસિક અલાયદો અને સંયુક્ત કર બાદ નફો અનુક્રમે અંદાજે 2.85 મિલિયન ડોલર અને આશરે 6.21 મિલીયન ડોલરનો થયો હોવાનું જણાવ્યું હતુ. જ્યારે એન્સિલરી અને કાર્ગો આવક આશરે 773.08 મિલિયન ડોલરની થઇ હતી, જે વાર્ષિક ધોરણે 46%ની મજબૂત વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. આ એરલાઇનની કુલ હવાઈ પરિવહન આવકમાં 40% હિસ્સો ધરાવે છે.
વિયેતજેટની કુલ અસ્કયામતો 31 ડિસેમ્બર 2023 આશરે 3.46 અબજ ડોલરની હતી જેમાં ન્યુ જનરેશનના A321 નિયો એરક્રાફ્ટમાં એરલાઇનના રોકાણને પગલે વર્ષના પ્રારંભે એક તૃતીયાંશનો વધારો થયો હતો. કંપનીનું ડેટ-ટુ-ઇક્વિટી ગુણોત્તર 2 હતો, જે 3 અને 5ની વચ્ચેની ખાસ વૈશ્વિક રેન્જથી ઘણો નીચો છે. વિયેતજેટનો તરલતા ગુણોત્તર 1.24ના સ્તરે હતો, જે ઉડ્ડયન ઉદ્યોગમાં સારી રેન્જ કહેવાય છે. જ્યારે રોકડથી રોકડ સમકક્ષ બેલેન્સ 31 ડિસેમ્બર 2023ના રોજ 205.38 મિલીયન ડોલર હોવાનું દર્શાવ્યુ હતુ, જે અગાઉના વર્ષ સામે બમણા કરતા વધુ છે, જે એરલાઇનની નાણાંકીય ક્ષમતા સુનિશ્ચિત કરે છે. એરલાઇને નાણા મંત્રાલયની શરતો અનુસાર શ્રેષ્ઠ ક્રેડિટ રેટિંગ પણ પ્રાપ્ત કર્યુ છે. ઓપરેશનલ માંગને પહોંચી વળવા, વિયેતજેટે આધુનિક, સલામત અને પર્યાવરણને અનુકૂળ કાફલામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતુ. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, વિયેતજેટના કાફલામાં વાઈડ-બોડી A330 સહિત 105 એરક્રાફ્ટનો સમાવેશ થતો હતો.
વિયેતનામ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપારમાં યોગદાન આપતા, વિયેતજેટે ગયા વર્ષે બોઇંગ સાથે આગામી 5 વર્ષોમાં 200 737 MAX એરક્રાફ્ટની સતત ડિલિવરી માટે તેમજ અબજો યુએસ ડોલરના મૂલ્યની વિદેશી નાણાકીય સંસ્થાઓ સાથે એરક્રાફ્ટના ધિરાણ અંગેના કરાર કર્યા હતા.
વિયેતજેટે સ્કાયજોય લોયલ્ટી પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે, જે વારંવાર આવતા મુસાફરોને 250થી વધુ બ્રાન્ડ્સ સાથે પુરસ્કારોને રિડીમ કરવાની મંજૂરી આપે છે. તે 2023માં 10 મિલિયન સભ્યોના સીમાચિહ્ન પર પહોંચી હતી. વિયેતજેટે મુસાફરો માટે નવી નવીન અને અનુકૂળ ઉત્પાદનો અને સેવાઓ પણ રજૂ કરી છે. “ફ્લાય નાઉ પે લેટર” સેવા મુસાફરોને તેમની ફ્લાઇટ માટે નાણાકીય સહાય આપે છે.
એરલાઇન સેવાઓ અને સલામતીનું મૂલ્યાંકન કરતી પ્રતિષ્ઠિત સંસ્થા, એરલાઇનરેટિંગ્સ દ્વારા વિયેતજેટને ફરીથી વિશ્વની સૌથી સલામત ઓછી કિંમતની એરલાઇન્સમાંની એક તરીકે સન્માનિત કરવામાં આવી હતી. સલામતીને સૌથી વધુ ચિંતા તરીકે પ્રાથમિકતા આપતા, એરલાઈને ગયા વર્ષે અસંખ્ય કોન્ફરન્સીસ, તાલીમ અભ્યાસક્રમો અને સલામતી અને સુરક્ષા પર સિમ્યુલેશનનું આયોજન કર્યું હતું. આમાં ગુણવત્તા અને સલામતી કોન્ફરન્સ, ISAGO (ગ્રાઉન્ડ ઓપરેશન્સ માટે આંતરરાષ્ટ્રીય ધોરણ) સલામતી તાલીમ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિમ્યુલેશન્સનો સમાવેશ થાય છે, જે તમામનો ઉદ્દેશ ફ્લાઇટ ઓપરેશન્સ માટે સુરક્ષા અને સંપૂર્ણ સલામતી સક્રિયપણે સુનિશ્ચિત કરવાનો છે. પ્રવાસન, રોકાણ, વેપાર અને સાંસ્કૃતિક વિનિમયના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપતા, 2023માં વિયેતજેટે આંતરરાષ્ટ્રીય નેટવર્ક વિસ્તરણ અને વાર્ષિક આવકમાં પોતાનો રેકોર્ડ બનાવ્યો છે.