અભિનેતા અક્ષય કુમારની પત્ની ટિ્વંકલ ખન્નાએ લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. પાછી તે લેખન તરફ વળી હતી. ટિ્વંકલ તેની કટાક્ષયુક્ત લેખન શૈલી માટે જાણીતી છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ્સને કારણે ચર્ચામાં આવે છે. પરંતુ હવે તે એક અલગ કારણોસર સમાચારમાં છે. ટિ્વંકલે તેનું અધૂરું સપનું પૂરું કર્યું છે. ૫૦ વર્ષની ઉંમરે તેણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. અક્ષય કુમારે તેની પત્ની સાથેની તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. તેમજ તેણે ટિ્વંકલના વખાણ પણ કર્યા હતા. આ ફોટોમાં ટિ્વંકલના માથા પર ગ્રેજ્યુએશન કેપ જાેઈ શકાય છે. ‘જ્યારે તમે મને બે વર્ષ પહેલાં કહ્યું હતું કે તમે ફરીથી અભ્યાસ કરવા માંગો છો, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. પરંતુ જ્યારે મેં તને તેના માટે સખત મહેનત કરતા જાેઈ ત્યારે મને સમજાયું કે મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યા છે. તમે તમારા બાળકો સાથે ઘર, કરિયર અને વિદ્યાર્થી જીવન ખૂબ જ સારી રીતે મેનેજ કર્યું છે. આજે તમારા ગ્રેજ્યુએશનના દિવસે મને લાગે છે કે જાે મેં થોડો વધુ અભ્યાસ કર્યો હોત તો મને તમારા પર કેટલો ગર્વ છે તે કહેવા માટે મને પૂરતા શબ્દો મળ્યા હોત. ટીનાપ ઓલ ધ બેસ્ટ અને આઈ લવ યુ’, અક્ષય કુમારે આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અક્ષયની આ પોસ્ટ પર ટિ્વંકલે કોમેન્ટ પણ કરી છે. ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને એવો પાર્ટનર મળ્યો જે મને ઉંચી છલાંગ લગાવવા માટે પ્રોત્સાહિત કરે છે. પણ જાે હું પડી જાઉં તો પણ તે હંમેશા મને ઉપાડવા તૈયાર હોય છે અને હું ઘણી વાર પડી જઉં, ખરું ને? તેમણે કહ્યું કે, આવતીકાલે ૨૩ વર્ષ પૂર્ણ થશે. ટિ્વંકલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ‘પપપ અને આ મારો ગ્રેજ્યુએશન દિવસ છે. ગોલ્ડસ્મિથ્સમાં મારો પ્રથમ દિવસ એવો લાગે છે કે તે ગઈકાલે અથવા વર્ષો પહેલાનો હોય. હળવો સૂર્યપ્રકાશ, સુંદર સાડીઓ અને મારી સાથેના મારા પરિવારે આ દિવસને વધુ ખાસ બનાવ્યો છે. જેની મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી. જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે પ્રગતિનો સૌથી સહેલો રસ્તો સીધો લાગે છે. પરંતુ આપણે આપણી જાતને આગળ ધપાવવી જાેઈએ, કારણ કે આગળ વધવાના બીજા અસંખ્ય રસ્તાઓ છે,’ તેણે લખ્યું. ૨૦૨૨માં ટિ્વંકલે લંડન યુનિવર્સિટીની ગોલ્ડસ્મિથ્સમાં ફિક્શન રાઇટિંગમાં માસ્ટર્સ માટે અરજી કરી હતી. તે સમયે અક્ષયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકો તેમના બાળકોને સ્કૂલ અને કોલેજમાં મૂકવા જાય છે. પરંતુ હું મારી પત્નીને લંડનની યુનિવર્સિટીમાં મૂકવા જઈ રહ્યો છું. કારણ કે તે ડિગ્રી મેળવવા માંગે છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more