માલદીવનો વિવાદ પર ટીવીના ટોપ સેલેબ્સે પ્રતિક્રિયાઓ આપી
માલદીવ તેની પ્રાકૃતિક સુંદરતા, લક્ઝરી રિસોર્ટ અને સ્વચ્છ વાદળી પાણી માટે પ્રખ્યાત છે. આ દુનિયાભરના લોકોનું મનપસંદ પર્યટન સ્થળ છે, પરંતુ તાજેતરમાં લક્ષદ્વીપ અને માલદીવ પરના સોશિયલ મીડિયા વિવાદ પછી ઘણી હસ્તીઓએ તેના વિશે તેમના મંતવ્યો શેર કર્યા છે. ભારતના સમર્થનમાં ઉભા રહીને રૂપાલી ગાંગુલી, એકતા કપૂર, અર્જુન બિજલાની જેવા ઘણા પ્રખ્યાત ટીવી સેલેબ્સ #ChaloLakshadweep સાથે પોસ્ટ કરે છે. માલદીવ સરકારના કેટલાક મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર #c અને #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યાં છે. તેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને માલદીવ સરકારે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણીઓને નકારી કાઢતા નિવેદન બહાર પાડ્યું છે.. ફિલ્મ નિર્માતા એકતા કપૂરે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું અને લખ્યું છે કે, ‘આપણા ભારતીય ટાપુઓની સુંદરતા પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. ચાલો આપણા રાષ્ટ્રની સુંદરતાની ઉજવણી કરીએ. આપણી સરહદોની અંદરના ખજાનાને ફરીથી શોધો અને તેને સાચવો. #ChaloLakshadweep #BoycottMaldives.’ જેને રૂપાલી ગાંગુલીએ રિટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, ‘મેં માલદીવની પ્રખ્યાત હસ્તીઓ તરફથી ભારતીયો પર જાતિવાદી કોમેન્ટ્સ જાેઈ છે. તે આશ્ચર્યજનક છે કે તેઓ આ દેશ માટે કરી રહ્યા છે જે તેમને સૌથી વધુ પર્યટકો આપે છે. તેણે આગળ કહ્યું, ‘આપણે આપણા પડોશીઓ પ્રત્યે સારા છીએ પરંતુ આપણે આ પ્રકારની નફરત શા માટે સહન કરીએ? મેં ઘણી વખત માલદીવની મુલાકાત લીધી છે અને હંમેશા તેની પ્રશંસા કરી છે, પરંતુ તેના પહેલા ભારતનું ગૌરવ પહેલા આવે છે. આ પોસ્ટ ‘અનુપમા’ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ શેર કરી હતી અને લખ્યું હતું, ‘સંમત છું’.. અર્જુન બિજલાનીએ લખ્યું, ‘હું ન તો ક્યારેય માલદીવ ગયો હતો અને ન હવે જઈશ! અને હા, આ વેક અપ કોલ પછી, હું તમને બધાને કહેવા માંગુ છું કે આપણા દેશમાં લક્ષદ્વીપ ખૂબ જ સુંદર છે. આપણા દેશમાં મુલાકાત લેવા માટે ઘણા બધા સ્થળો છે..ચાલો #ChaloLakshadweep ને પ્રમોટ કરીએ. સાથે પ્રખ્યાત ટેલિવિઝન વ્યક્તિત્વમાંથી રાજકારણી બનેલા રવિ કિશને લખ્યું, ‘પ્રત્યેક એક મંત્રમુગ્ધ પ્રવાસ પર! ભારતીય ટાપુઓની આકર્ષક સુંદરતા શોધો. આ એક સ્વર્ગ છે જે ખોજની રાહ જાેઈ રહ્યું છે. શાંત દરિયાકિનારાથી લઈને જીવંત સંસ્કૃતિ સુધી, દરેક માટે કંઈક છે. ઈંએક્સપ્લોર ઈન્ડિયન આઈલૈન્ડ્સ લક્ષદ્વીપ’.. આ સાથે જ ‘બિગ બોસ ૧૫’ રાજીવ આદાતિયાએ લક્ષદ્વીપનો ફોટો પોસ્ટ કર્યો અને જેમાં લખ્યું, ‘આ ભારતમાં છે!.ભારતની સુંદરતા ક્યારેય મને આશ્ચર્યચકિત કરવામાં નિષ્ફળ જતી નથી!! હું અહીં આવવાની રાહ જાેઈ રહ્યો છું. અદ્ભુત લાગે છે!! ઈંલક્ષદ્વીપ.’ સાથે હિના ખાને લખ્યું, ‘મેં ઘણી વખત માલદીવની મુલાકાત લીધી છે, મારા પ્રવાસ દરમિયાન કેટલીક સારી યાદો બનાવી છે. પરંતુ આવા સુંદર દેશમાં શક્તિશાળી લોકો પાસેથી આટલી સસ્તી વસ્તુઓ જાેવી એ હેરાન કરનારું અને નિરાશાજનક છે..એક્સપ્લોર ઈન્ડિયન આઈલૈન્ડ્સ લક્ષદ્વીપ.’
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more