મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેવું રોવર બનાવ્યું
સુરત : સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ એક એવો રોવર તૈયાર કર્યું છે. જેને જાેઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આ રોવર મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેઓ પ્રોટો ટાઇપ મોડલ તૈયાર કર્યું છે. એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આ મોડલ ઇન્ટરનેશનલ રોવર ચેલેન્જમાં જશે, જ્યાં દેશ-વિદેશના લોકો હાજર રહેશે. એસવીએનઆઇટીના ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ અગત્યનો તૈયાર કરવામાં આવ્યું છે. આ રોવર અલગ અલગ વિભાગ જેમાં ઇલેક્ટ્રોનિક, મેકેનિકલ, સીઇ અને કમ્યુનિકેશનના ૨૫થી પણ વધુ વિદ્યાર્થીઓ આની ઉપર મહેનત કરી રહ્યાં છે. આ રોવરનો મુખ્ય ઉદ્દેશ મંગલ ગ્રહ પર સોઇલ કલેક્શન અને એનાલિસિસ કરવાનું છે. આ રોવરની અંદર એક મોબાઇલ લેબોરેટરી પણ છે. જેના માધ્યમથી તે સોઇલ ટેસ્ટિંગ કરશે. કેટલાક કોમ્પોનેટ્સ જેવા નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, ૐઝ્રજી૪, મિથેન, સેન્સરના માધ્યમથી ટેસ્ટ કરશે. જે ત્યાં કાર્બન મળે તો અનુમાન લગાવી શકીએ કે ત્યાં જીવન છે. આ રોવરની આગળ હેન્ડ ડીફેક્રટર પણ છે જે મેન્યુપીલેટર છે. જેનું બેઝિક કામ છે કે પણ ઉપકરણ ત્યાં છે તેને સ્વીચ ઓન ઓફ કરવામાં આ મદદ કરે છે. એટલું જ નહીં એ ત્રણથી ચાર કિલો વજન પણ ઊંચકી શકે છે. આ રોવર ઇન્ટરનેશનલ રોવર ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયું છે. બીજા રાઉન્ડ માટે આ કોઈમ્બતૂર જઈ રહ્યું છે. જ્યાં દેશ-વિદેશના લોકો હાજર રહેશે. આ રોવર બનાવવા પાછળ દોડ લાખનો ખર્ચ આવ્યું છે, જે ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આ રોવર બનાવવામાં ત્રણથી ચાર મહિના લાગ્યા છે. આ રોવરમાં જીપીએસ મોડ્યુલ લાગ્યા છે. જીપીએસના માધ્યમથી પણ આ ડેટા કલેક્ટ કરે છે. ત્યાર પછી એલગોરીધમના માધ્યમથી મેચ કરે છે. અન્ય ડેટા લાઇડારથી આવે છે. ઓટોનોમોસ ટ્રાવેલ કરવા માટે પણ એનેબલ કરે છે અને મેપ ક્રિએટ કરતો જાય છે. જેનો આખો ડેટા બેઝ સ્ટેશનમાં મળતો જાય છે. બેઝ સ્ટેશનમાં એન્ટીનાના માધ્યમથી તેની સાથે કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત તેની સાથે સાથે મેન્યુપ્લેટર લાગેલું છે. જેને આપણે રોબોટિક આર્મ પણ કહી શકીએ. તેનું કામ એ છે કે મંગળ ગ્રહ પણ ઘણી બધી નાસાએ સીસ્ટમ મુકેલી છે. તો એ સીસ્ટમમાં કોઈ ખરાબી આવે તો માણસ ત્યાં પહોચી શકતો નથી. તેનું જે મેન્યુપ્લેટર છે તેની સ્વીચ ઓન કરવી કે ઓફ કરવી અને તેમાં જે ખરાબી આવી તે રીપેર કરવા માટે મેન્યુપ્લેટરનું કામ થાય છે. તેની કેપીસીટી ૪ થી ૫ કિલો વજન ઉચકી શકે છે. આ ઉપરાંત તે લાઈડર ટેન્કનોલોજી પર ચાલે છે. જેથી તેને કોઈ પણ ઈંટરફેસની જરૂર પડતી નથી. આ રોવરને તમિલનાડુમાં જે ૨૦૨૪માં ઈંટરનેશનલ રોવર ચેલ્નેજની કોમ્પીટીશનમાં જવા માટે તૈયાર થયું છે. બાંગ્લાદેશ, પોલેન્ડ સહિતની ટીમ સાથે કોમ્પીટીશન થશે. આ રોવરમાં કુલ ખર્ચ ૧.૫૦ લાખ થયો છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more