સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગનો ભોગ બન્યું છે. વૈશ્વિક આબોહવામાં પરિવર્તનો આવી રહ્યા છે જેને કારણે અનેક જગ્યાએ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ગત થોડા દિવસોથી આફ્રિકાના ટાંઝાનિયામાં સતત પડી રહેલા ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. દેશના ઉત્તર વિભાગમાં પ્રાપ્ત માહિતી અનુસાર 50 લોકો માર્યા ગયા છે અને અનેક લોકોને ઇજાઓ થઈ છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે સ્થાનિક સરકારે લોકોને બચાવવા માટે સૈન્ય તૈનાત કર્યું છે.
સર્વવિદિત છે એ પ્રમાણે પૂજ્ય મોરારિબાપુની સંવેદનાઓ વૈશ્વિક છે. એમણે કથાઓમાં સતત કહ્યું છે કે આખું વિશ્વ એમનો પરિવાર છે. આ ન્યાયે એમણે ટાંઝાનિયામાં આવેલા પૂરને કારણે 50 લોકોના મૃત્યુ થયા એમના પરિવારજનોને સ્થાનિક ચલણ અનુસાર પ્રત્યેક મૃતકને 3,00,000 શિલિંગની સહાયતા રાશી અર્પણ કરી છે. જે ભારતીય ચલણ અનુસાર રુ 5,00,000 થાય છે. આ રાશી આફ્રિકાના રામકથાના શ્રોતાઓને (મારા ગ્રુપ) દ્વારા વિતરિત કરવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.