વાઈરલ વિડીયોમાં છોકરીએ કહ્યું એવું… આ વાત પર વિશ્વાસ કેમ કરવો તે સમજાયું નહિ
સામાન્ય રીતે દરેક વ્યક્તિ મનમાં એવું હોય છે કે ભિખારી હોય તે ગરીબ હોય છે, તેથી તે ભીખ માંગે છે. રસ્તા પર મુસાફરી કરતી વખતે તમે ઘણીવાર ભિખારીઓ જાેયા. તમે તેમને ગરીબ અને નિરાધાર માનો છો અને થોડા પૈસા આપો છો કારણ કે કોઈની મદદ કરવી એ ઉમદા કાર્ય છે, પરંતુ આમાંના કેટલાક ભિખારીઓ તેમની દુર્દશા બતાવીને તમારી લાગણીઓ સાથે રમે છે અને તેમની ખોટી કહાની કહીને તમારી પાસેથી પૈસા લે છે.. જાે તમે થોડા સજાગ રહેશો તો સાચા-ખોટા વચ્ચેનો તફાવત સરળતાથી ઓળખી શકશો અને આજના સમયમાં આ જરૂરી પણ છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ વાયરલ થઈ રહેલો આ વીડિયો. જેમાં એક યુવતીએ જણાવ્યું હતું કે તે કેવી રીતે લોકોને મૂર્ખ બનાવીને તેમની પાસેથી ભીખ માંગે છે અને આજે આ ભીખની કમાણીનાં આધારે તેની પાસે મલેશિયામાં બે ફ્લેટ, એક કાર અને પોતાનો બિઝનેસ છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે મહિલા પોતાનું નામ લાઈબા જણાવી રહી છે. ૧ મિનિટ ૨૫ સેકન્ડના આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે તેણે છેલ્લા પાંચ વર્ષમાં ભીખ માંગીને ખૂબ કમાણી કરી છે. યુવતીએ પોતે સ્વીકાર્યું કે આજે તે ભીખ માંગીને આટલી અમીર બની ગઈ છે. આના પર જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આટલું સત્ય કેમ બોલી રહી છે તો તેણે કહ્યું કે સત્ય છુપાવી શકાય નહીં. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે લોકો તેને કેવી રીતે ભિક્ષા આપતા હતા, તો તેણે કહ્યું કે તે ખોટી કહાની સંભાળાવીને પૈસા માંગતી હતી અને લોકો આપતા પણ હતા.. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર (shahfaesal) નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેમણે કેપ્શન લખ્યું છે ‘પડોશી દેશના ઉદ્યોગસાહસિકો.’ આ વીડિયોને અત્યાર સુધીમાં ૨.૮૯ લાખથી વધુ લોકોએ જાેયો છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક પાકિસ્તાની યુટ્યુબરે એક મહિના પહેલા તેની ચેનલ પર આ અસલ વિડિયો શેર કર્યો હતો અને આ મહિલાનો ઇન્ટરવ્યુ લીધો હતો.