ગાંધીનગર: ગુજરાતમાં સરકારી નોકરીમાં લાંબી જંગ બાદ આજે સુખનો સૂરજ ઉગ્યો છે. ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ગાંધીનગરમાં આજે તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર એનાયત કરાયા છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા છે. જેમાં પંચાયત સેવાના ૩૦૧૪ તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો ૯૯૮ જૂનિયર ક્લાર્કને ગુજરાતના ઝ્રસ્ નિમણૂંક પત્ર એનાયત કરાયા છે. આજે ગાંધીનગરમાં મોટો દિવસ છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવાનારા ઉમેદવારોને આજે નિમણૂંક પત્રો એનાયત કરાયા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા છે.
તલાટી ,જુનિયર ક્લાર્ક ઇંગલિશ સ્ટેનોગ્રાફર સહિત આશરે ૪૫૦૦ ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા છે. સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિમણુંક પત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશ વાંચીને સંભળાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના વખાણ કર્યા હતા. મુખ્યમંત્રીએ હસમુખ પટેલનું નામ લેતા જ ઉમેદવારોએ તાલીઓ પાડી હતી, હોલના તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, કામ કેવી રીતે કરવું એ એમની પાસેથી શીખવાનું છે. ખાલી તાલીઓ પાડવાથી નહી એમના જેવુ કામ કરી જીવવામાં ઉતારવાની જરુર છે. હસમુખભાઈનું નામ પડે એટલે તાળીયો પડે જ. સેવા કેવી રીતે કરાય એકલી તાળીયો પાડવાથી નહી ચાલે તમારે સેવા પણ એવી જ કરવી પડશે કે તાળીયો પડે. મુખ્યમંત્રીએ સરકારી નોકરી મેળવનારા ઉમેદવારોને જણાવ્યું કે, અમારે ચર્ચા હતી કે દિવાળી પહેલા નિમણૂંક પત્રો આપીએ માટે ઝડપ કરી આજે કાર્યક્રમ ગોઠવ્યો છે. પીએમએ પોતાની કાર્યપદ્ધતિ એવી બનાવી છો કે વધુ પારદર્શિતા આવે. દરેક વિભાગમાં કાર્ય થાય છે તેમાં ડિજીટલ ઉપયોગ વધુ થાય. ગુડ ગવર્નન્સ અને સેવા બે પેરેલલ કરવું પડે. સેવા તો જ થઈ શકશે. નોકરી મળે ત્યારે પગાર શું છે સીધુ એજ મગજમાં આવે. પૈસા અને પૈસા ની જરૂરીયાત દરેક માણસને હોય. પગાર હોદ્દો મગજમાં હોય તો સેવા કઈ રીતે થઈ શકશે. પરિક્ષા આપો આગળ વધતા જાઓ. વિકાસ જે રીતે થાય છે એની ગતિ આગળ વધારીએ તેવો પ્રયત્ન કરવો જાેઈએ. પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ૧૨ ઓક્ટોમ્બર સુધી તલાટીની અને ૧૭ ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે.