તહેવારોના આગમન સાથે ખરીદીની સીઝન શરુ થઈ જાય છે .છેલ્લા 16 વર્ષથી રાખી શાહ ઘ્વારા શહેરની મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે દિવાળી મેલા આયોજિત કરવામાં છે. આ વર્ષે પણ દિવાળી મેલાની 34મી આવૃત્તિ 4 અને 5 નવેમ્બરના રોજ કરવામાં આવેલ છે.
વેરાયટી વાળા ખાખરા, શિંગપાક, હોમ મેડ ચોકલેટ, કુકીઝ, નમકીન, શરબત, રાગી મમરા, જુવાર મમરા, ન્યુટ્રીશન ફુડસ, મુખવાસ, સ્વીટસ, ડ્રાયફ્રુટ, સુપર હેલ્ધી નાસ્તા સાથે ડ્રેસ મટીરીયલ્સ, લોંગ ગાઉન, કફતાન, દુપટ્ટા, પેન્ટ, કુર્તી, લેગીંસ, વેસ્ટર્ન આઉટ ફીટ, ક્રોસેટ સેટ, શોર્ટ કુર્તી-ટોપ, ટ્રેડીશનલ ડ્રેસ, બાળકો માટેના દરેક સાઇઝના ટ્રેડીશનલ કપડા, કોટન અને સિલ્કના કુર્તા પાયજામા આ મેળામાં જોવા મળશે.
આ મેળામાં 51થી વધુ સ્ટોલમાં અનેકવિધ ઘરવખરીની સામગ્રી જોવા મળશે.