પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમાં લઈને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના સાહિત્યિક પ્રદાનની વંદના કરાય છે. છેલ્લા ચાર વર્ષથી કોરોના મહામારીને કારણે આ એવોર્ડ એનાયત થઇ શક્યા ન હતાં. આગામી શરદ પૂર્ણિમાએ છેલ્લા ચાર વર્ષના નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે. આ માટે ચયન સમિતિએ પસંદ કરેલા એવોર્ડ પ્રાપ્તકર્તા કવિઓ આ પ્રમાણે છે.
૧. વર્ષ ૨૦૨૦ – કવિશ્રી જવાહર બક્ષી
૨. વર્ષ ૨૦૨૧ – કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
૩. વર્ષ ૨૦૨૨ – કવિશ્રી યજ્ઞેશ દવે
૪. વર્ષ ૨૦૨૩ – કવિશ્રી ઉદયન ઠક્કર
આગામી શરદ પૂર્ણિમાના અવસરે જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ, શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા (જી. ભાવનગર) ખાતે તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૩, સવારના ૧૦ કલાકે આયોજિત એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં આ ચારેય કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ, શાલ, સૂત્રમાળા તથા રૂ.૧ લાખ ૫૧ હજારની સન્માન રાશિ એનાયત કરી એમના કાવ્યકર્મની વંદના કરવામાં આવશે. આ પ્રસંગે પૂ. મોરારિબાપુ મંગલ ઉદબોધન કરશે. ગુજરાતી ભાષાના ગણમાન્ય વિદ્વત્જનોની ઉપસ્થિતિ રહેશે. વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે