સપ્ટેમ્બરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો IPO આવતા અઠવાડિયે બુધવારે એટલે કે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલી રહ્યો છે. રોકાણકારો આમાં ૨૨મી સપ્ટેમ્બર સુધી બિડ કરી શકે છે. કંપનીએ રૂ. ૧ની ફેસ વેલ્યુના એક શેરની પ્રાઇસ બેન્ડ રૂ. ૩૬૬ અને રૂ. ૩૮૫ વચ્ચે નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા ૭૩૦ કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા સમર્થિત આ રિયલ એસ્ટેટ કંપની એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં જાણીતી કંપની છે.
કંપનીની યોજના શું છે?.. જે જણાવીએ, સિગ્નેચર ગ્લોબલ આ IPO દ્વારા રૂ. ૭૩૦ કરોડ એકત્ર કરી રહી છે. તેમાંથી રૂ. ૬૦૩ કરોડની નવી ઇક્વિટી જારી કરવામાં આવશે જ્યારે રૂ. ૧૨૭ કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. કંપની એફોર્ડેબલ અને લોઅર મિડ સેગમેન્ટ હાઉસિંગમાં સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની હોવાનો દાવો કરે છે. કંપની IPOની આવકમાંથી રૂ. ૪૩૨ કરોડનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરશે. આ સિવાય બાકીની રકમનો ઉપયોગ જમીન ખરીદવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. નોંધનીય છે કે આ વર્ષે જૂન સુધી કંપનીની બેલેન્સ શીટમાં ૪૯૫.૨૬ કરોડ રૂપિયાની લોન બાકી હતી. તેની ચાર પેટાકંપનીઓએ પણ રૂ. ૧૨૩.૮૬ કરોડની લોન લીધી હતી.
લીડ મેનેજર કોણ છે?.. જે જણાવીએ,, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. આ આઈપીઓના રજિસ્ટ્રાર લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા છે. એનરોકનો અહેવાલ જણાવે છે કે સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ એ ૧૯% ના બજાર હિસ્સા સાથે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (“દિલ્હી એનસીઆર”) માં પોસાય તેવા હાઉસિંગ સેગમેન્ટમાં અગ્રણી ખેલાડી છે. કંપનીએ તેની પેટાકંપની, સિગ્નેચર બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુરુગ્રામ, હરિયાણામાં ૬.૧૩ એકર જમીન પર અમારા સોલેરા પ્રોજેક્ટની શરૂઆત સાથે ૨૦૧૪ માં કામગીરી શરૂ કરી હતી.
સેબી પાસે આઈપીઓ માટે આ પ્રક્રિયા વિષે જણાવીએ કે, સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડે ગયા વર્ષે જુલાઈમાં સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે રૂ. ૧,૦૦૦ કરોડના આઈપીઓ માટે દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. કંપનીને ગયા વર્ષે નવેમ્બરમાં જ સેબીની મંજૂરી મળી હતી. પરંતુ હવે IPOનું કદ ઘટાડી દેવામાં આવ્યું છે. આ કંપનીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનનો ૫.૩૮ ટકા હિસ્સો છે.