ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(GIDM)ના ડીરેક્ટર જનરલ પી.કે.તનેજા અને યુનાઇટેડ નેશન્સ ઓફીસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડકશન ફોર નોર્થ ઇસ્ટ એશિયા એન્ડ ગ્લોબલ ઇન ઇન્સ્ટીટયુટ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડકશન (UNISDR-ONEA-GETI)ના પ્રમુખ સંજય ભાટિયા વચ્ચે ડીઝાસ્ટર રિસ્ક રિડકશન ક્ષેત્રે કૌશલ્ય ક્ષમતાના નિર્માણ માટે સહકાર કરાર સાઈન કરવામાં આવ્યા હતા. આ સહકાર કરારના કારણે દેશભરમાં કુદરતી આપત્તિઓના જોખમને ઘટાડવાના ક્ષેત્રે તાલીમ માર્ગદર્શન દ્વારા વધુ સારી રીતે કેપેસીટી બિલ્ડીંગ કરી શકાશે.
આ કરાર અંતર્ગત બંને સંસ્થા સ્થાનિક સરકારી એજન્સીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓને સાથે લઈને સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડીઝાસ્ટર રિસ્ક રિડકશન ફોર ૨૦૧૫-૨૦૩૦ પર કામ કરશે. જેના કારણે આ ક્ષેત્રે નવા જ પરીણામો મેળવી શકાશે.
આ કરાર અંગે જીઆઇડીએમના ડિરેક્ટર જનરલ પી. કે. તનેજાએ જણાવ્યુ હતુ કે, કુદરતી આફતો સમયે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ ઉભો થાય છે જેને ઘટાડવા માટે અલગ અલગ સ્તરે રિસ્ક રિડકશન ક્ષમતા વધારવી ખુબ જ અનિવાર્ય હોઇ, આ કરાર અતિ મહત્વના છે. આ કરાર અંતર્ગત સંસ્થા દ્વારા ઓનલાઈન અને અન્ય રીતે ડિઝાસ્ટર રીસ્ક રીડક્શન માટે વૈશ્વનક કક્ષાની ટ્રેઈનીંગ આપવામાં આવશે અને ડીઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ક્ષમતા વધારવામાં આવશે. આ કરાર સંદર્ભે સંજય ભાટિયાએ કહ્યું હતું કે આ મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન બંને સંસ્થાઓ માટે ડિઝાસ્ટર રિસ્ક રિડકશન ક્ષેત્રે ટ્રેનીંગ તથા સંશોધન થકી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ બની રહેશે.