વિયેતનામની અગ્રણી કિફાયતી વિમાન કંપની વિયેતજેટ દ્વારા કોચી (ભારત) અને હો ચી મિન્હ સિટી (એચસીએમસી)ને કનેક્ટ કરતા ડાયરેક્ટ રુટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જેને લઈ સાઉથવેસ્ટ ઈન્ડિયાના પ્રાચીન કમર્શિયલ પોર્ટ અને વિયેતનામના અગ્રણી આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર વચ્ચે આસાનીથી પ્રવાસ કરવાની વધુ તકો ખુલ્લી થશે. ઉપરાંત બે શહેરો, બે દેશો વચ્ચે આર્થિક સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
વિયેતજેટે કોચી અને એચસીએમસી વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાવનારી સૌપ્રથમ વિયેતનામી એરલાઈન બનીને તેનો જોશ ફરી એક વાર દર્શાવ્યો છે. ચાર સાપ્તાહિક રિટર્ન ફ્લાઈટ્સ- દરેક સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે પ્રસ્થાન કરશે, જે પ્રવાસીઓને ઉક્ત 5 કલાકમાં ઝડપી પ્રવાસનો લાભ આપશે, જેને લીધે દૂરનાં સ્થળો નોંધપાત્ર રીતે પહોંચક્ષમ બનશે. આ સિદ્ધિ સાથે વિયેતજેટે મુંબઈ, નવી દિલ્હી અને અમદાવાદ સહિત ભારતનાં સૌથી અવ્વલ આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય કેન્દ્રો માટે સીધી ફ્લાઈટના રુટ સફળતાથી સ્થાપ્યા છે.
ફ્લાઈટ કોચીથી 23.50 કલાકે (સ્થાનિક સમય) પ્રસ્થાન કરીને હો ચી મિન્હ સિટીમાં 6.40 કલાકે (સ્થાનિક સમય) સહજતાથી ઉતરાણ કરશે, જેને લઈ પ્રવાસીઓ માટે પ્રવાસ આસાન બનશે. હો ચી મિન્હ સિટીથી વળતી ફ્લાઈટ 19.20 કલાકે ઊપડશે અને કોચીમાં 22.50 કલાકે (સ્થાનિક સમય) આગમન કરશે, જેને લઈ બહાર જતા અને અંદર આવતા પ્રવાસીઓ માટે સુવિધાજનક વિકલ્પ મળે તેની ખાતરી રહેશે.
આ પરિવર્તનકારી રુટના લોન્ચની યાદગીરીમાં વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ખાસ પ્રમોશન વિસ્તારવામાં આવ્યા છે. હમણાંથી 31 ડિસેમ્બર, 2023 સુધી ભારતીયો www.vietjetair.com પર અથવા વિયેતજેટ એર મોબાઈલ એપ પર દરેક બુધવાર, ગુરુવાર અને શુક્રવારે INR 5,555 (*)થી શરૂ થતી વન-વે ઓલ-ઈન ટિકિટ્સ સાથે વિયેતજેટ આઈકોનિક પ્રમોશન માટે પાત્ર બનશે. ઉડાણ સમય હમણાંથી 31 માર્ચ, 2024 સુધીનો છે.