કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા ૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા છે. આ ૫૦૦ વિદ્યાર્થીઓમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતાં. ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી જ કેનેડા પહોંચી ચૂક્યા છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ટિકિટ બૂક કરાવી દીધી છે. પહેલા કરતાં કોરોના કાળ બાદ મોટી સંખ્યામાં હાલ લોકો કેનેડા અને અમેરિકા જઈ રહ્યા છે. આજકાલ લોકોમાં વધુ કમાણી કરવા અને સારું જીવન જીવવા વિદેશ જવાની ઘેલછા હોય છે. પરંતુ હાલમાં કેનેડાના ઓન્ટારીયો પ્રાંતની કોલેજે એડમિશન રદ કરી દેતા ઘણાં વિદ્યાર્થીઓ અટવાયા છે. આમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. જેમના એડમિશન રદ થયા છે એમાં ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી કેનેડા પહોંચી ચૂક્યા છે.
ઓન્ટારીયોની નોર્ધન કોલેજે આગામી સત્ર માટેના એડમિશન રદ થયા હોવાની જાણ કરતો ઈમેઈલ વિદ્યાર્થીઓને કર્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ ટિકિટ બૂક કરાવી દીધી હતી.