રાજકોટના મવડી બાયપાસ નજીક કેકની દુકાનમાંથી ૮૫ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તહેવારો નજીક આવી રહ્યા છે તેમ આરોગ્ય વિભાગ પણ ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ કરી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી અખાદ્ય જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે તેમજ તેનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટના મવડી બાયપાસ નજીક ઓકોડેન કેકની દુકાનમાંથી ૮૫ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. એક્સપાયરી ડેટનો ૬૦ કિલો આઈસ્ક્રીમ મળી આવતા ચકચાર મચી છે. સાથે ૧૫ કિલો ફૂગવાળા કુકીઝ અને સોસ મળ્યા છે. સાથે ૧૦ કિલો અખાદ્ય જામક્રશ અને ક્રીમનો જથ્થો મળી આવ્યા છે. તો બીજી તરફ હનુમાન મઢીચોકમાં મુરલીધર ફરસાણમાંથી પણ ૧૩ કિલો દાજીયા તેલનો નાશ કરાયો છે. તમામ જગ્યાએ અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરીને દુકાનના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે.

Share This Article