દિવસ દરમિયાન અમદાવાદીઓએ ફ્રેન્ડશિપડેને મન ભરીને માણી હતી ત્યારે આ દિવસની સાંજને વધુ યાદગાર રાજીવ રાજાના કોન્સર્ટએ બનાવી હતી. ક્લબ ઓ 7, સરદાર પટેલ રીંગ રોડ શેલા, અમદાવાદ ખાતે યોજાયેલી મ્યુઝિકલ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.
રાજીવ રાજાએ અનોખી શૈલીમાં આ ખાસ દિવસે હિન્દી, પહાડી, પંજાબી ગીતો ગાયા હતા. આ ઉપરાંત ગુજરાતીઓની ફરમાઈશ પર પણ ગીતો ગાઇને તેમને ઝૂમવા પર મંત્રમુગ્ધ કર્યા હતા અનેક ફેન્સે અગાઉથી જ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. ક્રાઉડ મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું.
ત્યારે આ કોન્સર્ટને વધુ યાદગાર બનાવવા અને ચાર ચાંદ લગાવવા માટે અર્બન ગુજરાતી ફિલ્મોના જાણીતા સ્ટાર કાસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. થ્રીલર લવસ્ટોરી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’ ફિલ્મના કલાકારો તથા ફિલ્મ એક્કા ફિલ્મના કલાકારો યશ સોની, મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રિયા, મિત્ર ગઢવીએ પણ ઉપસ્થિત રહી મ્યુઝિકલ ઇવેન્ટની મજા માણી હતી અને ઝૂમ્યા હતા. ગુજરાતી ફિલ્મોના કલાકારોએ આવનારી ફિલ્મનું પ્રમોશન પણ આ દરમિયાન કર્યું હતું.
આ ઉપરાંત મોડલ અને ફિટનેસ એક્સપર્ટ શ્વેતા મહેતા તથા ઇન્સ્ટા સ્ટાર ટ્વિંકલ સ્ટારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમના ગુજરાતમાં પણ ફેન્સ છે જેઓ તેમને સ્ટેજ પર જોઈને ખુશ થઈ ગયા હતા. સેલિબ્રિટી સ્ટારે ક્રાઉડ સમક્ષ કેટલીક જરૂરી વાત પણ શેર કરી હતી. આ ઈવેન્ટ વિશ્વા હોસ્પિટાલીટી દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી અને એમાં માનસી ઠક્કર દ્વારા એન્કરીંગ કરવામાં આવ્યું હતું અને બધા આર્ટિસ્ટ રાહુલ ચોપરા દ્વારા મેનેજ કરવામાં આવ્યા હતાં.
શિમલાના પ્રખ્યાત બહુમુખી, સોલો ગાયક રાજીવ રાજા જેજ મ્યુઝિકમાં પણ ખુબ જાણીતા છે તેમને આ જલવો પણ અહીં બતાવ્યો હતો. જેઓ હિન્દી, પહાડી, પંજાબી ઉપરાંત અંગ્રેજીમાં પણ ગાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજીવ રાજાએ વર્ષ 2008માં ”હિમાચલ આઇડોલ”નું ટાઇટલ જીત્યું અને તેમનું પહેલું ઓડિયો આલ્બમ ”તુમને રૂલાયા” બહાર પાડ્યું હતું. આ ઉપરાંત તેઓ સૌથી વધુ વાયરલ ટ્રેન્ડિંગ વિડિયો ”ફ્રેન્ડ્સ એન્થમ” થી ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ અનેક કોન્સકર્ટ કરી ચૂક્યા છે. ત્યારે તેમને તેમના ફેમસ ગીતો અહીં ગાયા હતા.