ભારત અને બંગાળના બેટ્સમેન મનોજ તિવારીએ ગુરુવાર, ૩ ઓગસ્ટના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મનોજ તિવારીએ સોશિયલ મીડિયા પર ક્રિકેટની રમતને અલવિદા કહી દીધું છે. મનોજ તિવારી હાલમાં પશ્ચિમ બંગાળના યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી છે. મનોજ તિવારીએ ક્રિકેટરને અલવિદા કહીને ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. મનોજ તિવારીએ લખ્યું, “ક્રિકેટની રમતને અલવિદા. આ રમતે મને ઘણુ બધું આપ્યું છે; મારો મતલબ એ બધું છે કે, જેનું મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું, તે સમયથી શરૂ થાય છે જ્યારે મારું જીવન વિવિધ પ્રકારની મુશ્કેલીઓ દ્વારા પડકારવામાં આવ્યું હતું. હું આ રમત અને ભગવાનનો હંમેશા આભારી રહીશ, જેઓ મારી સાથે રહ્યા છે. મનોજ તિવારીએ ૨૦૧૫માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી, જ્યારે તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ODI સિરીઝ રમવા ગયો હતો. મનોજ તિવારીએ ત્રણ વનડેમાં ૩૪ રન બનાવ્યા હતા. અગાઉ ૨૦૧૧-૧૨માં મનોજ તિવારીએ ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અણનમ ૧૦૪ રનની ઇનિંગ રમી હતી. મનોજ તિવારીએ ભારત માટે ૧૨ વનડેમાં ૨૬.૦૯ની એવરેજથી ૨૮૭ રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચની ૧ ઇનિંગમાં ૧૫ રન બનાવ્યા છે.
મનોજ તિવારીની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શાનદાર રહી છે. તેણે ૧૪૧ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૪૮.૫૬ની એવરેજથી ૯૯૦૮ રન બનાવ્યા છે. મનોજ તિવારીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૯ સદી ફટકારી છે. મનોજ તિવારીએ ૧૮૩ લિસ્ટ છ મેચમાં ૪૨.૨૮ની એવરેજથી ૫૫૮૧ રન બનાવ્યા છે. તેણે લિસ્ટ છ કારકિર્દીમાં ૬ સદી ફટકારી છે. મનોજ તિવારીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મહત્તમ સ્કોર અણનમ ૩૦૩ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, મનોજ તિવારી ૨૦૦૮ થી ૨૦૧૫ સુધી ભારત માટે રમ્યા હતા અને ૨૦૧૨ માં ૈંઁન્ વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતા. તેઓ હાલમાં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સક્રિય રાજકારણી અને પશ્ચિમ બંગાળના વર્તમાન રમતગમત મંત્રી છે.