ગીર સોમનાથના પ્રભાસ પાટણ પાસેના સોનારીયા ગામના એક મહિલા પોતાને માતાજી આવતા હોવાની વાત કરીને લોકોને દોરા-ધાગા કરી આપતા હતા. પોતાના ઘરમાં નવદુર્ગા માતાજીનુ સ્થાનક બનાવીને દોરા-ધાગા બનાવતા હતા. છેલ્લા આઠેક વર્ષથી તેઓ આમ દોરા બનાવતા હતા. આ દોરા ધાગા બનાવીને તેઓ વા અને કેન્સર જેવા રોગ મટાડવાની વાત કરતા હતા. આ માટે હવન-યજ્ઞ કરવાના માટે પાંચ થી લઈને વીસ હજાર રુપિયા સુધીની રકમ લેતા હતા. દોરા-ધાગા કરવાને લઈ વિજ્ઞાન જાથા દ્વારા પોલીસને સાથે રાખીને આ ધતિંગને પકડી પા઼ડ્યુ હતુ. વિજ્ઞાન જાથાના જયંત પડ્યા અને તેમની ટીમે આ ધતિંગ પકડી પાડીને મહિલા પાસેથી લખાણ કરાવી લીધુ હતુ કે, હવેથી તેઓ આવુ નહીં કરે. હવે થી દોરા અને ધાગા તેમજ હવન કરવાનુ બંધ કરી દેશે એવા લખાણ કરી લીધા હતા. છેલ્લા આઠ વર્ષથી સોનારીયાના ગેનીબેન પરમાર આ પ્રકારે વા અને કેન્સર મટાડવાના દાવા કરીને દોરા નહીં બાંધે અને હવન પણ નહીં કરે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more