રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક જોવા મળે છે. જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરના સિહોરના ટાણા રોડ પર એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ઢોરે અડફેટે લેતા પતિ-પત્ની બંને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તાત્કાલીક જ સ્થાનિકો દ્વારા દંપતીને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું...
Read more