મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવા મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. એક વર્ષ બાદ પાલિકાના અધિકારીએ છ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભારતીય નાગરિકતા મેળવવા પાકિસ્તાની નાગરિકોએ ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવતા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખોટું સોગંદનામું કરીને ફોર્મ ૬ ભરીને ચૂંટણી અને આધાર કાર્ડ કઢાવ્યું હતું.જૂન ૨૦૨૨થી ચાલતી તપાસમાં પાકિસ્તાની નાગરિકો વિરૂદ્ધ ફરિયાદ થઈ છે. પરંતુ ચૂંટણી કાર્ડની ચકાસણી અને મંજૂર કરનાર અધિકારી સામે હજુ કોઈ કાર્યવાહી નહીં થતા અનેક સવાલો ઉભા થયા છે. શહેરના ઈન્દિરાનગરમાં છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાની પરિવાર વસવાટ કરે છે.
અમદાવાદના રામોલ ગામમાં સેવાના કાર્યમાં અગ્રેસર સુફિયાનખાન
સુફિયાનખાન જેઓ અમદાવાદના રામોલ ગામમાં સામાજિક આગેવાન છે.અમદાવાદ પૂર્વમાં તેઓ ખૂબ જ સામાજિક અને સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલ છે.લઘુમતી સમાજમા રહીને...
Read more