વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા હો ચી મિન્હ સિટી અને બ્રિસ્બેન વચ્ચે સીધી ફ્લાઈટની ઘોષણા કરાઈ, જે તેને વિયેતનામ અને ક્વીન્સલેન્ડ વચ્ચે સીધું ઉડાણ કરનારી પ્રથમ વિમાન કંપની બની. એરલાઈન્સનાં સુવિધાજનક જોડાણો સાથે નવા રુટ મુંબઈ, અમદાવાદ અને નવી દિલ્હીથી હો ચી મિન્ગ સિટી થકી ઓસ્ટ્રલિયા સુધી પ્રવાસ ભારતીયો માટે આસાન બનાવી શકે છે.
સિડની, મેલબર્ન અને બ્રિસ્બેન સુધી આઠ સાપ્તાહિક વળતી ફ્લાઈટ ઓફર કરતાં એરલાઈને વિયેતનામથી ઓસ્ટ્રેલિયાના ઈસ્ટ કોસ્ટ સુધી તેની ફ્લાઈટ સેવાઓ વિસ્તારી છે. ઉપરાંત સપ્ટેમ્બરથી આરંભ કરતાં સિડની અને મેલબર્ન વચ્ચે ફ્લાઈટની સાતત્યતા વધશે.
એરલાઈન દરેક સોમવાર અને શુક્રવાર સુધી સવારે (સ્થાનિક સમય) હો ચી મિન્હ સિટી સુધી તેના એ330 એરક્રાફ્ટ પર બ્રિસ્બેન સુધી સપ્તાહ દીઠ બે ફ્લાઈટ ચલાવશે અને બ્રિસ્બેનમાં 21.10 (સ્થાનિક સમય) કલાકે ઉતરાણ કરશે. વળતી ફ્લાઈટ તે જ દિવસે 23.10 (સ્થાનિક સમય) કલાકે પ્રસ્થાન કરીને 04.50 (સ્થાનિક સમય) કલાકે હો ચી મિન્હ સિટી ખાતે ઉતરાણ કરશે.
વિયેતજેટના ચીફ ઓપરેટિંગ ઓફિસર માઈકલ હિકીએ જણાવ્યું હતું કે, “વિયેતજેટની હો ચી મિન્હ સિટી અને બ્રિસ્બેન વચ્ચે સીધી ફ્લાઈટ બે વિસ્તાર, દેશો અને પ્રદેશમાં પ્રવાસ સરળ બનાવશે. અમારા ક્રુ અને આગેવાનો વિયેતજેટ સાથે આરામદાયક, આનંદિત પ્રવાસમાં અમારા પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરશે.”
ઉપરાંત એરલાઈન 30 જૂન, 2023 સુધી તેના સ્કાયબોસ અને સ્કાયબોસ બિઝનેસ માટે 50 ટકા ()નું ભાડામાં ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ઓફર 15મી ઓગસ્ટથી 20 ડિસેમ્બર, 2023 સુધી ફ્લાઈટ્સ માટે ઉપલબ્ધ છે. પ્રવાસીઓ www.vietjetair.com અને વિયેતજેટ એર મોબાઈલ એપ્સ પર પ્રોમો કોડ્સ SKYBOSSALL50 (સ્કાયબોસ) or BUSINESS50 (સ્કાયબોસ બિઝનેસ)નો ઉપયોગ કરીને આ ઓફર મેળવી શકે છે. ઉપરાંત એરલાઈન ફક્ત રૂ. 5555 () સુધીની કિંમતની ટિકિટો સાથે દરેક બુધવાર, ગુરુવાર અને શુક્રવારે તેની મોજૂદ ઓફરો ઓફર કરે છે, જે વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેવાઓ સહિત બધા આંતરરાષ્ટ્રીય રુટ્સ માટે લાગુ રહેશે.
(*) નિયમો અને શરતો લાગુ.