જિયો સિનેમાએ વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ ૨૦૨૩ના ડિજિટલ રાઈટ્સ હસ્તગત કર્યાની ઘોષણા કરી છે. જેના પગલે બે ટેસ્ટ, ત્રણ વન-ડે તથા પાંચ ટી-૨૦ સહિત એક મહિના સુધી ચાલનારી સિરીઝનું લાઈવ-સ્ટ્રીમિંગ કરાશે.તમામ-ફોર્મેટના દ્વિપક્ષીય પ્રવાસનો આરંભ ૧૨ જુલાઈએ ડોમિનિકામાં પહેલી ટેસ્ટ મેચથી થશે અને ત્યારબાદ ટ્રિનિદાદ ખાતે બીજી મેચ રમાશે. આ ટેસ્ટ શ્રેણીની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૩-૨૫ સાઈકલમાં ભારતની સફરનો આરંભ પણ થશે. ત્યારબાદ ૨૭ જુલાઈથી ૩-મેચની વન-ડે સિરીઝ શરુ થશે. જે બાર્બાડોસ અને ટ્રિનિદાદ ખાતે રમાશે. પાંચ મેચનો ટી-૨૦ મુકાબલો ૩ ઓગસ્ટે ટ્રિનિદાદથી શરૂ થશે અને ત્યારબાદ તે શ્રેણીની બે મેચ ગયાનામાં અને છેલ્લી બે મેચ ફ્લોરિડા, યુએસએમાં રમાશે.
દર્શકોને આ પહેલીવાર લિમિટેડ ઓવર્સના મુકાબલા અંગ્રેજી, હિન્દી, ભોજપૂરી, પંજાબી, તમિળ, તેલુગુ અને કન્નડમાં જોવા મળશે. સાત ભાષામાં કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ થતું હોય તેવો આ પહેલો પ્રસંગ છે. “જિયોસિનેમાએ સીમલેસ સ્ટ્રીમિંગ અનુભૂતિ પ્રસ્તુત કરતાં તેના પરિણામે અગાઉ કદી સાંભળ્યા ન હોય તેવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અમે આ રમતની ડિજિટલી શ્રેષ્ઠ અનુભૂતિની કટિબદ્ધતા માટે ટેકનોલોજીકલ ક્ષમતાઓના સીમાડાઓને ઓળંગી લીધા છે,” એમ વાયકોમ૧૮ – સ્પોર્ટ્સ હેડ ઓફ સ્ટ્રેટેજી, પાર્ટનરશીપ એન્ડ એક્વિઝિશન્સ હર્ષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ૨૦૨૩ની સાથે, અમે આગળ વધીને અમારા દર્શકોને એક વિશ્વ-સ્તરીય પ્રસ્તુતિ પૂરી પાડીશું.”