1) શું તમારે વિઝા એપોઇન્ટમેન્ટ માટે ચૂકવણી કરવાની જરૂર છે?
વીએફએસ ગ્લોબલને વિઝા એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે કોઈપણ ચુકવણી કરવાની જરૂર નથી. અરજદારોને, વીએફએસ ગ્લોબલના નામનો ઉપયોગ કરીને અથવા સ્વતંત્ર રીતે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા અથવા અન્ય કોઈપણ સેવાઓ પ્રદાન કરવા માટે ગ્રાહકો પાસેથી ફી લેતા છેતરપિંડી કરનાર એકમોથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
2) શું અમારા તરફથી તમને સોશિયલ મીડિયા, ઈમેલ અથવા ફોન કરીને તમારી વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે?
વીએફએસ ગ્લોબલ ક્યારેય વિઝા અરજદારોને સોશિયલ મીડિયા, ઈમેઈલ અથવા કોલ્સ દ્વારા વ્યક્તિગત માહિતી શેર કરવાનું કહેતું નથી. અરજદારોને, જેઓ અજાણ વિઝા અરજદારોને છેતરવા માટે વીએફએસ ગ્લોબલના કર્મચારીઓ તરીકે પોતાને રજૂ કરતી છેતરપિંડી કરનાર અને કપટી સંસ્થાઓથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. જ્યાં સુધી તમને ખાતરી ન હોય કે વિનંતી કરનાર વ્યક્તિ અથવા સંસ્થા પ્રમાણિત છે, ત્યાં સુધી કૃપા કરીને તમારી વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા, ઇમેઇલ્સ અથવા ફોન પર શેર કરશો નહીં.
3) શું વીએફએસ ગ્લોબલ વિઝા અરજદારોને ઈમેલ, ફોન અથવા એસએમએસ દ્વારા કોઈપણ એડવાન્સમાં ચુકવણી કરવાનું કહે છે?
વીએફએસ ગ્લોબલ દ્વારા ક્યારેય પણ વિઝાના અરજદારોને તેમની અરજીઓ સાથે આગળ વધવા માટે મેઈલ, ફોન અથવા એસએમએસ દ્વારા કોઈપણ એડવાન્સ ચુકવણી કરવાનું કહેવામાં નથી આવતું. જો તમને તમારી વિઝા અરજી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વ્યક્તિગત ખાતાઓમાં ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હોય, તો બની શકે છે કે તે વ્યક્તિ છેતરપિંડી કરનાર હોય. વીએફએસ ગ્લોબલ અરજદારોને તેમની વિઝા અરજી અટકેલી છે, તેવો દાવો કરતી અજાણી સંસ્થાઓ અથવા તૃતીય પક્ષોના આવા કોઈપણ કપટપૂર્ણ મેસેજ અથવા ફોનથી સાવચેત રહેવાની સલાહ આપે છે.
4) શું વીએફએસ ગ્લોબલ ઈમિગ્રેશન અને નૌકરી પ્રદાન કરે છે?
વીએફએસ ગ્લોબલ ઇમિગ્રેશન અને નૌકરી પ્રદાન કરતું નથી. અરજદારોને વીએફએસ ગ્લોબલની વેબસાઇટ પરથી ગ્રાફિક્સની નકલ કરીને અથવા પિક્સેલેટેડ વીએફએસ ગ્લોબલના લોગો સાથે ખોટા પત્રો મોકલોને અરજદારોને નોકરી અથવા ઇમિગ્રેશનની ઓફર કરતા છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.
છેતરપિંડીની કોઈપણ ઘટનાની જાણ કરવા માટે, અમને [email protected] પર લખો.
વીએફએસ ગ્લોબલ વિશે
વીએફએસ ગ્લોબલ એ સરકાર અને રાજકીય મિશન માટે વિશ્વની સૌથી મોટી આઉટસોર્સિંગ અને ટેકનોલોજી સેવાઓ પ્રદાન કરતી કંપની છે. વીએફએસ ગ્લોબલ, એ 67 ક્લાયન્ટ સરકારોને સેવા આપવાની સાથે, 145 દેશોમાં 3,400 થી વધુ એપ્લિકેશન સેન્ટર સાથે વૈશ્વિક નેટવર્કનું સંચાલન કરે છે. કંપનીએ 2001 માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 25.7 કરોડથી વધુ અરજીઓ પ્રાપ્ત કરી છે. કંપની તેની ક્લાયન્ટ સરકારો માટે વિઝા, પાસપોર્ટ અને કોન્સ્યુલર સેવાઓ માટેની અરજીઓ નિષ્પક્ષ અને વહીવટી કાર્યોનું સંચાલન કરે છે, જે તેમના ક્લાઈન્ટને સંપૂર્ણપણે તેમના મૂલ્યાંકન કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. વીએફએસ ગ્લોબલનું હેડક્વાર્ટર ઝુરિચ/સ્વિટ્ઝર્લેન્ડ અને દુબઈ/સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત છે.
વિશ્વના સૌથી મોટા વૈકલ્પિક એસેટ મેનેજર, બ્લેકસ્ટોન, વીએફએસ ગ્લોબલ માટે મોટાભાગનું ભંડોળ પૂરું પાડે છે અને આમ તેની માલિકી ધરાવે છે. બ્લેકસ્ટોન તેમના રોકાણકારો, તેઓ જે કંપનીઓમાં રોકાણ કરે છે અને તેઓ જે સમુદાયોમાં કામ કરે છે, તેમના માટે સકારાત્મક આર્થિક પ્રભાવ અને લાંબા ગાળા સુધી તેમની સાથે વ્યાપાર કરવાનો પ્રયાસ કરે છે. બ્લેકસ્ટોનની ડોલર 915 બિલિયનની
સંચાલન હેઠળની સંપત્તિમાં પ્રાઈવેટ ઈક્વિટી, રિયલ એસ્ટેટ, પબ્લિક ડેટ અને ઈક્વિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાઈફ સાયન્સ, ગ્રોથ ઈક્વિટી, ઓપોર્ચ્યુનિસ્ટિક, નોન-ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડિટ, રિયલ એસેટ્સ અને સેકન્ડરી ફંડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલા રોકાણના સાધનો સમાવેશ થાય છે, આ બધું જ વૈશ્વિક સ્તર પર.
સ્વિસ-સ્થિત કુઓની અને હ્યુજેન્ટોબલર ફાઉન્ડેશન અને ઈકયુટી, જે એક વૈશ્વિક રોકાણ સંસ્થા, જેનું હેડક્વાર્ટર સ્ટોકહોમ/સ્વીડનમાં છે, તે પણ વીએફએસ ગ્લોબલમાં થોડોક હિસ્સો ધરાવે છે.