ઘણી એવી માનવીય પ્રવૃતિ છે.. જેની પરિશમન કાયદા કાનૂનમાં નથી… કાનૂનમાં દૂરવ્યવહાર અથવા તો કોઇ વ્યક્તિ દ્વારા સામાજિક નુકસાન કરવામાં આવે તો તેને ગુનો માનવામાં આવે છે. અમે તમને વાત કરી રહ્યા છીએ કલમ ૧૪૪ની… કોઇ પણ વિસ્તારમાં ઇમરજન્સી સ્થિતિ અથવા તો કોમી તોફાન જેવી સ્થિતિ સર્જાય તો કલમ ૧૪૪ના આદેશમાં એટલો પાવર છે કે, જે-તે વિસ્તારમાં શાંતિ બની રહેશે. ક્યારે લાગે છે કલમ ૧૪૪?.. તે જાણો.. આ એવી પરિસ્થિતિ દરમિયાન લગાવવામાં આવે છે જ્યારે કોઇ તણાવની સ્થિતિ પેદા થાય છે. તેવા સમયે જે-તે વિસ્તારમાં શાંતિ ફેલાવવા માટે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે.
કોણ લાગૂ કરે છે કલમ ૧૪૪?.. તે જાણો.. ધારા ૧૪૪ લાગૂ કરવા માટે જિલ્લા કેલક્ટર એક નોટિફિકેશન જાહેર કરે છે. અને જ્યાં આ નોટિફેકિશન જાહેર થાય તે જગ્યા પર ચાર અથવા ચારથી વધારે લોકો ભેગા થઇ શકે નહીં. આ કલમ અંતર્ગત આવશ્યકતા અનુસાર પ્રતિબંધ લગાવવામાં આવે છે. જેમાં કોઇ રેલી, સભા અથવા ધરણા જેવા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવે છે.
જો કોઇ કલમ ૧૪૪નું ઉલ્લંઘન કરે તો?… જો કોઇ વ્યક્તિ કલમ ૧૪૪નું ઉલ્લંઘન કરે તો પોલીસ કલમ ૧૭૦ અથવા તો ૧૫૧ હેઠળ જે-તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે. હવે સૌથી છેલ્લે એ જણાવી દઇએ કે, કલમ ૧૪૪ના ઉલ્લંઘન બદલ આરોપીઓને એક વર્ષ સુધીની જેલ થઇ શકે છે.