અમદાવાદ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર શ્રી રાહુલ ઘિયા અને રૂપલ ઘિયાએ ‘ધ વિલેજ વર્લ્ડ -બેક ટુ રૂટ્સ’ થીમ પર પ્રીમિયમ વીકેન્ડ વિલેજ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ પ્રોજેક્ટ પાટણ જિલ્લાના રમણીય દુધકા ગામમાં ‘બેક-ટુ-રૂટ’ ટચ સાથે આધુનિક કમ્ફર્ટના અનોખા ખ્યાલને જોડે છે.
‘ધ વિલેજ વર્લ્ડ’માં સ્ટુડિયો વિલાથી લઈને 4BHK વિલા સુધીના વિકએન્ડ્સ વિલાનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 31 લાખથી રૂ. 75 લાખની વચ્ચે છે. આ પ્રોજેક્ટ મડ સ્પા, વિલેજ ધાબા, આયુર્વેદ ગાર્ડન, ગ્રામ ચબૂતરા, ગૌ-શાળા, ખેલ-મેદાન અને વેજીટેબલ ફાર્મ અને ઇન્ડોર ગેમ ઝોન, આઉટડોર ગેમ વન, જીમ, મેડિટેશન રૂમ, એમ્ફીથિયેટર, પાર્ટી લૉન, અને બેન્ક્વેટ હોલ જેવી અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. ‘ધ વિલેજ વર્લ્ડ’ એ એક એવો પ્રોજેક્ટ છે જે ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપે છે. આ પ્રોજેક્ટની ડિઝાઇન તમને મૂળ જગ્યાઓ સાથે જોડે છે.
‘ધ વિલેજ વર્લ્ડ’ એક ઉત્તમ જીવન જીવવાના અનુભવની તક આપશે. આ સાથે રોકાણની એક મોટી તક પણ મળશે. આ પ્રોજેક્ટ એક રિસોર્ટની જેમ ચલાવવામાં આવશે, જે વિલાના ઓનર્સને તેમના રોકાણમાંથી કમાણીના ડબલ લાભ તેમજ કિંમતમાં વધારો કરશે. ‘ધ વિલેજ વર્લ્ડ’ના સ્થાપક અને ડિરેક્ટર રાહુલ ઘિયાએ કહ્યું કે, વિલા ઓનર્સ પણ હોલિડે અને વેડિંગની મજા માણી શકશે. આ પ્રીમિયમ પ્રોજેક્ટ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર સહિત અગ્રણી વ્યક્તિઓની ઉપસ્થિતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમણે ‘ધ વિલેજ વર્લ્ડ’માં પ્રથમ વિલા પણ બુક કર્યો હતો.
હું ‘ધ વિલેજ વર્લ્ડ’ના અનોખા ખ્યાલથી પ્રભાવિત થયો હતો. મને એ રીતે ગમ્યું કે કેવી રીતે સવલતો અને અનુભવોને આધારે જીવન જીવવાની લાઇફને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. હું પ્રોજેક્ટમાં પ્રથમ વિલા બુક કરવા માટે ઉત્સાહિત છું.
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર કહ્યું કે હું આ સુંદર સ્થળ પર વિકેન્ડ્સ માણવા માટે ઉત્સાહિત છું. આ પ્રોજેક્ટ એશિયાના સૌથી મોટા સૌર ઉર્જા પાર્ક ચારણકાની નજીક અને બેચરાજી ઔદ્યોગિક વસાહતથી માત્ર 25 કિમી દૂર છે. ‘ધ વિલેજ વર્લ્ડ’માં ‘બેક ટુ રૂટ્સ’ની આસપાસ ડિઝાઇન કરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ, વર્કશોપ અને પ્રવાસન માર્ગો અનન્ય અનુભવો પ્રદાન કરશે. અમદાવાદથી માત્ર બે કલાક તેમજ મહેસાણા, વિરમગામ, ભુજ, સાણંદ અને રાધનપુરથી એક કલાકનું અંતર છે.
અમે ધ વિલેજ વર્લ્ડમાં વિશ્વ કક્ષાનું વાતાવરણ અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ આર્કિટેક્ટ્સ અને બાંધકામ ટીમને હાયર કરી છે. આ પ્રોજેક્ટમાં વિલાના ઓનર્સ અને ગેસ્ટ યૂનિક અને અનુભવી જીવનનો આનંદ માણી શકશે. ફાઉન્ડર અને ડિરેક્ટર રૂપલ ઘિયાએ કહ્યું કે, અમે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં અમારા વ્યાપક અનુભવનો ઉપયોગ ‘ધ વિલેજ વર્લ્ડ’ને લગ્નો અને પ્રવાસીઓ માટે એકસરખું પસંદગીનું સ્થળ બનાવવા માંગીએ છીએ. પ્રમોટર્સ હોસ્પિટાલિટી અને ટ્રાવેલ બિઝનેસમાં એક દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. 700થી વધુ ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું છે. જેમાં કેટરિંગ સેવાઓ દ્વારા 5 લાખથી વધુ મહેમાનોને સેવા આપવામાં આવી છે અને રેસ્ટોરન્ટ બિઝનેસમાં 10 લાખથી વધુ મહેમાનોની સેવા કરી હતી અને સેલિબ્રિટીઓ સાથે અનેકો ભવ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
ધ વિલેજ વર્લ્ડનું લોન્ચિંગ ગ્રામીણ થીમ પર મીણબત્તીઓ, રંગોળી, ફૂલો અને ઘણું બધું સાથે ડિઝાઇન કરવામાં આવ્યું હતું જે મહેમાનોને એક વાસ્તવિક ગામમાં હોવાનો અહેસાસ કરાવે છે. ઓલ્ડ લોસ્ટ ગેમ્સમાં મહેમાનો પગથિયા, ભમ્મરડા, રસા-ખેંચ, દોરડા કુદ, ગિલ્લી દંડ્ડા, કાંચે, ટીટોડીના ચાર ઈંડા, લગોરી પીથુ, ચોકઠું, આંધળો પટ્ટો જેવી પરંપરાગત રમતોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. દેશભરના તમામ ભાગોના સાંસ્કૃતિક પ્રદર્શને આ કાર્યક્રમમાં ચાર-ચાંદ લગાવી દીધા હતા. આ મહેમાનોને દેશભરની પરંપરાગત વાનગીઓ પણ પીરસવામાં આવી હતી અને સ્થાનિક ગ્રામજનો અને એનજીઓ દ્વારા બનાવવામાં આવેલી સ્થાનિક કળા અને ઉત્પાદનો ખરીદવાની તક પણ મળી હતી.
આ વિલેજ વર્લ્ડ ઘણા પ્રવાસન અને ધાર્મિક સ્થળોની નજીક છે. જેમ કે શંખેશ્વર – જૈન તીર્થસ્થાન , યુનેસ્કો હેરિટેજ સિટીની યાદીમાં નવીનતમ પ્રવેશ – પાટણ, કચ્છ નું નાનું રણ – ઘુડખર અભયારણ્ય, નડાબેટ ભારત -પાકિસ્તાન બોર્ડર આઉટપોસ્ટ તેમજ વાડીલાલ ડેમ, મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. આ દરેક પ્રવાસન સ્થળ મોટી સંખ્યામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને યાત્રાળુઓને આકર્ષે છે. એટલું જ નહીં, વિલેજ વર્લ્ડ પ્રવાસીઓ માટે ટૂંકા અને લાંબા રોકાણ માટે અને ગરવી ગુજરાત ટુરિઝમ ટ્રેલનો આનંદ માણવા માંગતા લોકો માટે તેમજ ઉત્તર ગુજરાતના લોકો માટે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ આદર્શ છે.